બીએપીએસ સ્વામીનારાયણ મંદીરે ર૮ મે સુધી અનોખા ભકિત અર્ઘ્યનું આયોજન
અખીલ સ્વાીમનારાયણ સંપ્રદાયમાં ગ્રીમ્યઋતુ દરમીયાન ભગવાનને શેતલતા પ્રાપ્ત થાય તે માટે સંતો ભકતો દ્વારા ચંદન લાકડા ઘસી અને તેના વિશિષ્ટ શણગાર ભગવાનને ધરવામાં આવે છે. શીતળતા આપવામાં શિરમોળ એવું ચંદન ભગવાનને લગાડી ભગવાનને ગરમીથી રાહત મળે તે માટે ભકતો આ અર્ઘ્ય અર્પણ કરતા હોય છે ચંદન એ સમર્પણનું પ્રતિક છે. તે ઘસાય છે છતાં પણ સુગંધ આપે છે અને માનવજીવનમાં ભગવાનની કસોટીમાં પણ પોતાના સદગુણો જાળવી રાખવાની પ્રેરણા આપે છે. વૈશાદ સુદ ત્રીજ (અખાત્રીજ) થી લઇ જેઠ સુદ ત્રીજ સુધી એક માસ ભગવાનને ચંદનના કલત્મક વાઘા પહેરાવવામાં આવે છે. જેના દર્શન કરીભાવિકો ગ્રીષ્મઋતુમાં આંતરીક શીતળતા અનુભવે છે.
આ દિવસો દરમ્યાન સુર્યાસ્ત બાદ ભગવાનને ઘરાવેલ ચંદન ઉતારી લેવામાં આવે છે અને યુવકો દ્વારા તે ચંદનની ગોટી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ તેઓ નિત્યપૂજામાં તિલક કરવા માટે કરે છે. જેને કારણે ભગવાનનું પ્રસાદીભૂત ચંદન સદાય તેમના ભાલે રહે છુ અને પવિત્રતા તથા શીતળતાનો સંચાર થાય છે.
રાજકોટના કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામીનારાયણ મંદીર હરિકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટ શણગાર પૂજારી પૂ. અઘ્યાત્મજીવન સ્વામી, પૂ. મુનિપ્રિય સ્વામી અને પૂ. ઉત્તમપુરુષ સ્વામી કરવામાં આવી રહ્યા છે. સવારે શણગાર આરતીથી સાંજે સંઘ્યા આરતી સુધી ભગવાનને ચંદનના શણગારના દર્શન ભાવિકો કરી શકે છે તોભગવાનના દર્શન કરી આંતરીક શિતળતા પ્રાપ્ત કરવા રાજકોટની ભાવિક જનતાને દર્શનના લાભ લેવા અનુરોધ કરાયો છે.