છ પ્રદર્શન ખંડ, લાઈટ એન્ડ સાઉન્ડ શો, ત્રણ મંદિર, પ્રમુખ સ્વામીની ભવ્ય પ્રતિમા, ભવ્ય પ્રવેશદ્વાર, નયનરમ્ય બગીચા-ફૂવારાથી લાખો હરિભકતો અભિભૂત: લાખો શ્રધ્ધાળુઓ માટે મહાપ્રસાદ, મહારકતદાન યજ્ઞ અને હજારો સ્વયંસેવકોની અલભ્ય સેવાથી રાજકોટની ધરા બની ધન્યરાજકોટ
રાજકોટ એટલે સૌરાષ્ટ્રની રાજધાની સોરઠની ધરતીમાં વસેલા શૌર્ય, ધૈર્ય અને ઔદાર્યની ત્રિવેણીમાં તરબતર આ નગર, સમય જતા કૌશલ્યમાં પણ અગ્રેસર બની વિવિધ ઉદ્યોગોના મુખ્ય મથક તરીકે વિસ્તરેલું છે. રંગીન મિજાજઅને સંગીન વિકાસ ધરાવતું આ રાજકોટ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કલાક કૌશલ્યથી છલકાતા આ શહેરની ધર્તી ભગવાન સ્વામિનારાયણના ચરણ પડતા અતિ પાવન બની. આ એજ ધરતી છે જયા શસ્ત્ર પર શાસ્ત્રને વિજય મેળવ્યો છે.
આવી શૌર્ય ગાથા અને ભગવાન સ્વામિનારાયણ તેમજ પ્રમુખ સ્વામીની પ્રેરણાથી સૌરાષ્ટ્રના કેટલાય પરિવારો સત્સંગી થયા, વ્યસમૂકતથયા અને નિષ્ઠાવાન થયા આવા જ કેટલાક પ્રેરક પ્રસંગો પ્રદર્શન ખંડમાં દર્શાવાયા છે.જેનો લાભ લાખો સંખ્યામાં લોકો ઉઠાવી રહ્યા છે.
વિશ્ર્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજની૯૮ મી જન્મજયંતિ મહોત્સવ ૫ થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન સ્વામિનારાયણનગરમાં ભવ્યતા અને દિવ્યતાથીઉજવાઈ રહ્યો છે. દરરોજ લાખો ભાવિક ભકતો આ નગરની મુલાકાતલઈ રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રની ૧૪૦૦ જેટલી સ્કુલોદ્વારા આ સ્વામિનારાયણનગરની મુલાકાત માટે અગાઉથી જ રજિસ્ટ્રેશન થઈ ગયા છે. અને સ્કુલને આપેલા સમય અને તારીખ પ્રમાણે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા આ ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ નગરનાદર્શન થઈ રહ્યા છે.
દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સવરે ૭.૩૦ થી જ ઉમટી પડે છે. અને આ નગરનાં દર્શન કરે છે.
મહત્વનું છે કે સ્કુલના બાળકોને લઈ વિશેષ વ્યવસ્થાના ભાગ રૂપે સવારે ૭.૩૦ થી બપોરનાં ૨ વાગયાસુધી સ્કુલના બાળકો માટેખાસ પ્રદર્શન ખંડો ખૂલ્લા મૂકવામાં આવે છે. જયારે ૨ વાગ્યા બાદઅન્ય હરિભકતો માટે પ્રદર્શન ખંડ ખૂલ્લામૂકવામાં આવે છે.