બોર્ડની કામગીરીમાં સરળતા માટે રાજકોટ અને સુરતમાં પ્રાદેશિક કચેરીઓ બનાવવાનો નિર્ણયગાંધીનગર
ગુજરાતમાં ૯ ટકા વસ્તી ધરાવતા મુસ્લિમોને સર્વાંગી વિકાસ થાય તે માટે ગુજરાત વકફબોર્ડે કમર કસી છે. જેના ભાગરૂપે વકફ બોર્ડે નવી યોજનાને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદમાંઉચ્ચ અભ્યાસ કરતા મુસ્લિમ યુવાનો અને યુવતીઓ માટે હોસ્ટેલ બનાવવાનો નિર્ણય કરાયો છે. ઉપરાંત મુસ્લિમો માટે એમ્બ્યુલન્સ સેવા તથા રાજકોટ અને સુરતમાં વકફ બોર્ડની પ્રાદેશિક કચેરી શરૂ ક્રવામાં આવશે.
ગુજરાત વકફ બોર્ડની તાજેતરમાં મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે. તેમ બોર્ડના ચેરમેન સજજદ હિરાએ જણાવીને ઉમેર્યું હતુ કે બોર્ડ દ્વારા મુસ્લિમ બહુમતીવાળા અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં હોસ્ટેલ બનાવશે તેમાં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હજારો અમદાવાદ અને ગાંધીનગરના યુવાનો અને યુવતીઓ રહી શકશે.
સમગ્ર મુસ્લિમ સમાજ માટે રાજયમાં ખાસ હોસ્ટેલ ન હોય સમાજના આગેવાનોએ આ અંગે વકફ બોર્ડ સમક્ષ પ્રસ્તાવ મૂકયો હતો જેને અમે બોર્ડની બેઠકમાં મંજૂર કરીને સરકારમાં મોકલી આપ્યો છે.
આ હોસ્ટેલ માટે વકફ બોર્ડ પોતાની આવકમાંથી બનાવશે અને તેનું સંચાલન પણ બોર્ડ કરશેહોસ્ટેલની આ યોજનાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ રસ દાખવીને આ પ્રોજેકટને તુરંત મંજૂરી મળે તેવી સુચનાઆપી હોવાનું સજજદ હિરાએ જણાવીને ઉમેર્યું હતુ કે, આ હોસ્ટેલ મુસ્લિમ વિદ્યાર્થીઓની ધાર્મિક અને સામાજીક જરૂરીયાતો મુજબ બનાવાશે આ એવું પ્રથમ સ્થાન હશે કે જયાં મુસ્લિમ સમાજના તમામ પેટાજ્ઞાતિઓનાં વિદ્યાર્થીઓ એક સાથે રહીને અભ્યાસ કરી શકશે.
વકફ બોર્ડ સામાજીકની સાથે લઘુમતીઓ માટે સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધર્યા છે. જેના ભાગરૂપે મુસ્લિમો માટે ખાસ એમ્બ્યુલન્સ સેવાઓ શરૂ કરાશે સુરતમાં એક એનજીઓની મદદથી આવી એમ્બ્યુલન્સસેવા શરૂકરી દેવામાં આવી હોવાનું જણાવી સજજાદ હીરાએ ઉમેર્યું હતુ કે બોર્ડની કામગીરીમાં સરળતા રહે અને બોર્ડના કામોમાટે લોકોને અમદાવાદ સુધી ધકકા ન ખાવા પડે તે માટે રાજકોટ અને સુરતમાં બોર્ડની પ્રાદેશિક કચેરીઓ શરૂ કરવાનો નિર્ણય પણકરાયો છે.