ઓખા કોસગાર્ડ જવાનો દ્વારા છેલ્લા ઘણાસમયથી સ્વચ્છતા અભિયાનીન જયોતને જલતી રાખવામાં આવી છે. ઓખાનાભારતીય તટરક્ષક દળના જવાનો દ્વાર દરીયા વિસ્તારોની સુરક્ષા સાથે દરીયા કિનારાની સ્વચ્છતાઅંગે સપૂર્ણ જાગૃતિ સાથે દર અઠવાડીયે ઓખા મંડળના જુદા જુદા દરીયા કિનારા વિસ્તારનીસફાઇ કરવામાં આવે છે સાથે ઓખા જુદા જુદી જાહેર વિસ્તારોમાં પણ આ સફાઇ અભિયાન ચલાવવામાંઆવે છે.
અને લોકોને સફાઇ અંગે જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવેછે. જે અંતગત ઓખા કોસગાર્ડ જવાનો દ્વારા ઓખા મીઠાપુર ના હાઇવેરોડ તથા તેની આજુબાજુના વિસ્તારોમાં સ્વચ્છતાનં મહાઅભિયાન ચલાવવામાં આવ્યું હતું.જેમાં રોડની આજુબાજુ પડેલ કચરો, પ્લાસ્ટીક તથાઅન્ય વેસ્ટ કચરો એકઠો કરી સ્થળ પર જ આગ લગાડી તમામ કચરાનો નાશ કર્યો હતો. અહીં કોસગાર્ડના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીજવાનો સાથે નગરપાલિકાઓખા ના સફાઇ કામદારો પણ જોડાયા હતા. અને ઓખા કોસગાર્ડ ના જવાનોનાઆ કાર્યને ઓખા નગરપાલિકાના પ્રમુખ વંદનાબેન વિઠલાણીએ બીરદાવ્યું હતું.