એલએલએમ, એમ.એ., એમ.સી.એ, એમ.કોમ, સહિતની ૨૭ પરીક્ષાઓ યોજાશે: ૧૭૧૩૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરૂવારથી ચોથા તબકકાની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ત્રણ તબકકાની પરીક્ષા યોજાઈ ગઈ છે. જેમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ચૂકયા છે. ચોથા તબકકાની પરીક્ષામાં એલએલએમ, એમ.એ., એમ.સી.એ., એમ.કોમ. સહિતની ૨૭ પરીક્ષાઓ યોજાશે.
જેમાં ૧૭૧૩૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ વર્ષે પ્રથમ વખત વિદ્યાર્થીઓની સાથે ઓબ્ઝર્વરનું પણ જમ્બલીંગ જેમાં તેમને પરીક્ષા પૂર્ણ થયા બાદ જ કેન્દ્ર છોડવા માટે કડક સુચના આપવામાં આવી છે. પ્રથમ ત્રણ તબકકાની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય છે અને જમ્બલીંગ સીસ્ટમને કારણે કોપીકેસનું પ્રમાણ પણ ઘટયું છે.
ચોથા તબકકાની પરીક્ષામાં બી.એ. એલ.એલ.બી સેમ-૩માં ૩૧, બી.એ.એલ.એલ.બી. સેમ-૭માં ૩૯, બી.એડ.સેમ-૩માં ૪૨૫૯, બી.એડ્ બેઈઝીક સેમ-૩માં ૪૭, બી.એચ.ટી.એમ. સેમ-૧માં ૪૦, બી.એ.એચ.ટી.એમ. સેમ-૩માં ૬૦, બી.એલ.આઈબી સેમ-૧માં ૧૩, બી.એલ.આઈબી સેમ-૨માં ૧, લો સેમ-૧માં ૧૮, એલ.એલ.એમ. સેમ-૧માં ૩૯, એલ.એલ.એમ. સેમ-૩માં ૩૬, એલ.એલ.એમ.એચઆર સેમ-૧માં ૩૯, એલ.એલ.એમ.એચઆર સેમ-૩ ૪૦, એમ.એ. સેમ-૩ ૪૬૩, એમ.એ. સેમ-૩ એકસ્ટર્નલમાં ૪૫૧૮, એમ.સી.એ. સેમ-૧માં ૨૯, એમ.કોમ. સેમ-૩માં ૯૮૨, એમ.કોમ. સેમ-૩ એકસ્ટર્નલમાં ૫૮૨૩, એમ.ફીલ આર્ટસ સેમ-૧માં ૯૦, એમ.ફીલ કોમર્સ સેમ-૧માં ૯, એમ.એસ.સી.આઈ.ટી. સેમ-૧માં ૨૪૦, પી.જી.ડી.સી.એ. સેમ-૧માં ૧૯૭, પી.જી.ડી.સી.એ. સેમ-૨માં ૨૦, એમ.બી.એ.સેમ-૧માં ૮૩, એમ.ફીલ મેનેજમેન્ટ સેમ-૧માં ૪ સહિત કુલ ૧૭૧૩૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ચોથા તબકકામાં પણ પ્રથમ ત્રણ તબકકાનીજેમ ઓબ્ઝર્વર દ્વારા પરીક્ષા દરમિયાન ઓર્બ્ઝવીંગ કરવામાં આવશે. ચોરી ન થાય અનેકોપીકેસની સંખ્યા હજુ પણ ઘટે તેવા પ્રયત્ન સૌ.યુનિ. દ્વારા કરવામાં આવી રહ્યાં છે.