ડિલીશીયસ કેકની સ્વીટ સફર
‘કેક’ એક એવો શબ્દ છે કે જે સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય પહેલાના સમયમાં લોકો મીઠાઇનો આગ્રહ વધારે રાખતા હતા. પરંતુ હાલના સમયમાં કેકએ મીષ્ઠાનની જગ્યા લઇ લીધી છે. પરંતુ હાલના સમયમાં હર એક શુભ પ્રસંગની ઉજવણી વખતે અવનવી વેરાયટીઓ અનેક સ્વાદઅને થીમ બેઇઝ કેક જેવા અનેકે કેક મળી રહે છે.
બર્થ ડે, એનીવર્સરી, એન્ગેજ મેન્ટ, જેવા કોઇ પણ સારા પ્રસંગો યાત લોકો કેક કાપીને ઉજવણી કરે છે.
જેમ કેકની માંગમાં વધારો થઇ રહ્યો છે તેમ તેમ કેકમાં પણ અનેક પ્રકારની વેરાયટી બનવા લાગી. જેમા બ્લેક ફોરેસ્ટ, પાઇનેપલ, ચોકલેટ, મીકસ ફુટ, જેવી અનેક પ્રકારની કેક રાજકોટની કેક શોપમાં જોવા મળે છે. ત્યારે રાજકોટ નાકેકના વેપારીઓ પાસેથી અવનવી વાતો જાણીએ.
અઝખ કેક શોપના માલીક હિરેન સુબાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે કેકનો ક્રેઝ દિન પ્રતિદિન કેકનું મહત્વ વધતું જાય છે.આ ઉપરાંત તેનું પોતાનું કેક માટેનું ઉત્પાદન એકમ છે. જેમાં ૧૦૦ ટકા વેજીટેરીયન કેટબનાવાય છે.
ખાસ તો ગુણવત્તાની જાળવણી ખુબ જ જરુરી છે. કેકમાં ક્રિમ, ડ્રાયફુડ, કેરેમલ, ફ્રેશ ફુટ જેવા ઇનગ્રીડીયન્સ હોય છે. જે શરીરને એનર્જી આપે છે. કેકની લાઇફ સામાન્ય રીતે ૭ર કલાકની હોય છે. પરંતુ સાથો સાથ કેકની ક્ધડીશન સ્ટોરેજ અનેવેધર પણ કેકની લાઇફ માટે આધારભૂત છે.
ફ્રેસ ક્રીમમાં બનેલી કેક ફ્રીઝની બહાર મુકવામાં આવે તો એક કલાકથી વધારે ટકતી નથી. રાજકોટમાં પ્રથમ વખત ફોટો કેડ એ.ટી.એમ.લાવ્યું છે. આ ઉપરાંત મીરર ગ્લેઝ કેપ કે જે હાલનું કેકમાં નવું વર્જન છે. મીરરગ્લેઝ દ્વારા કેકમાં સાયનીંગ આવે છે. જેમાં જેલ વપરાય છે. જેથી કેકમાં સાઇન આવે છે. રાજકોટમાં સૌથી પહેલી સુરગ ફી કેક એ.ટી.એમ. બેકરીએ આપી છે આ ઉપરાંત કેકના પેકીંગમાં કાળજી પૂર્વક
બોકસમાં પેક કરવામાં આવે છે. કેક અલગ અલગ રેન્જમાં હોય છે. હાલમાં બજારમાં સસ્તી કેક પણ વપરાય છે. પરંતુ આ કેક સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે. કારણ કે તે કેકમાં ક્રિમ અને સટિરીયલ હલ્કી ગુણવત્તાનું હોય છે. તે કેકમાં બટર કેમ વપરાય છે.
જય જલારામ બેકરીનાં માલીક દિપકભાઇ આભલાની એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેવો છેલ્લા ઘણા સમયથી બેકરી સાથે જોડાયેલ છે. પહેલા તેવો જામનગરમાં કાર્યરત હતા જયારે હાલમાં તેવો રાજકોટમાં કાર્યરત છે.
તેવો તમામ પ્રકારની કેક બનાવે છે. તેમની ખાસીયત એ છે કે તેવો ઇનસ્ટન્ટકેક બનાવી આપે છે. આ ઉપરાંત ફોટો કેક માત્ર ૧પ મીનીટમાં બનાવી આપે છે. જયારે દર અઠવાડીયે નવ નવી ફલે
વર લોન્જ કરે છે. જેમાં નેચરલ ફ્રુટ સહિતની બનાવામાં આવે છે.જયારે મેરેજ બર્થ ડે જેવા અલગ અલગ બનાવી આપવામાં આવે છે. જયારે કેક બને છે ત્યારેતે કોલ્ડ બેગ ગ્રાઉન્ડમાં બને છે. કેકમાં ફેસ ફ્રુટ, મીલ્ક, જેવા અગત્યના ઇનગ્રીડીયન્સ ઉમેરવામાં આવે છે.
કિમનાં ઉપયોગ વગર પણ કેક શકય છે. જેમ કેમીકસ ફુટ કેક, ડ્રાયફુટ કેક ફોન્ડન્ટ કેક જોવા મળે છે. આ ઉપરાંત તેવો એક નવો કોમસેટર લાવ્યાછે. જો પ્યોર માવામાંથી બનાવાય છે. જેને ફરાળી કેક બનાવે છે.
જેમાં રીચ ચોકલેટ, પ્યોર ફ્રેસ ક્રિમ કે જે સ્પેશ્યલી સ્યુગર લેશ હોય છે.ફોરચ્યુન હોટેલનાએકસીકયુટીવ સેફ અમીતે અબતક સાથેની વાતમાં જણાવ્યું કે દરેક પ્રસંગની ઉજવણી લોકો કેક સાથે કરતા થયા છે.
ખાસ કરીને કેક એ એવી વાનગી છે કે જે આપણી ઇચ્છા મુજબ નાઇનગ્રીડીયન્સ સાથે બને છે. કોઇ વ્યકિતને ઓરેન્જ પસંદ હોય તો સ્પોન્જ પર ઓરેન્જમુકી ઓરેન્જ કેક બની રહે છે. ખાસ કરીને કેકની લાઇફ વિશે જણાવ્યું કે કેકની લાઇફતેના ફલેવર પર આધારીત છે. કેક બે દિવસ જેટલું ટકે છે.
જયારે પેકીંગ વિશે જણાવ્યું કે કેકને સારી રીતે બનાવ્યા બાદ બોકસમાં લઇ જવામાં આવે છે. કેક બનાવવા માટે ર૦ થી૩૦ નું ટેમ્પરેચર બેકરીમાં રાખવામાં આવે છે. ખાસ તો કરીને ક્રિમની લાઇફ માટે ટેમ્પરેચર ખુબ જ જરુરી આ ઉપરાંત કેકને યોગ્ય ટેમ્પરેચરમાં ન મુકવામાં આવે તો ફુટ પોઇઝનીંગની શકયતા વધી જાય છે. તેથી હંમેશા કેકને યોગ્ય ટેમ્પરેચરમાં મુકવી જોઇએ.
બનાવવા માટે ર૦ થી૩૦ નું ટેમ્પરેચર બેકરીમાં રાખવામાં આવે છે. ખાસ તો કરીને ક્રિમની લાઇફ માટે ટેમ્પરેચર ખુબ જ જરુરી આ ઉપરાંત કેકને યોગ્ય ટેમ્પરેચરમાં ન મુકવામાં આવે તો ફુટપોઇઝનીંગની શકયતા વધી જાય છે. તેથી હંમેશા કેકને યોગ્ય ટેમ્પરેચરમાં મુકવી જોઇએ.
કભીબી કેક શોપના માલીક દિપકભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલના યુગમાં કેકનું ચલણ વધતું જાય છે. કેકએ ફોરેનટ્રેન્ડ છે. છતાં આપણે ત્યાં વધુ વપરાય છે. કેક મીઠાઇને રીપ્લેશ કરે છે. આ ઉપરાંતક ભીબી અડધા કિલોમાં કેક બનાવી આપે છે કેક એન રઝાઇજીંગ હોય છે. કેકની માંગ ઠંડીમાં હોય છે. કેકની સીઝનમાં મહીના સપ્ટેમ્બર થી માર્ચની કેકની માંગ વધારે પડતી ક્રિસમસપર હોય ડિસેમ્બરમાં કેકમાં પ્લમકેક ખુબ જ વેચાય છે. પ્લમ કેકમાં થોડું રમ આવતું હોય છે. ક્રીશ્ર્ચન લોકોમાં આ ક્રેઝ વધુ હોય છે. આ સીઝન માત્ર એક મંય માટેનું હોય છે.
કેકનો ઇતિહાસ
‘કેક’ કોઇ પ્રોપર સમય પરથી કહી ના શકાય પરંતુ કેક ફોરેન ક્ધટ્રીમાંથી આવેલ છે. કેક માત્ર બ્રેડ હતી. પરંતુ આ બ્રેડ પર ક્રીમનું ટોપીંગ, જેલી, ચોકલેટ વગેરે જેવા ફલેવર આપવામાં આવ્યા અને તેને ફલેવર્ડ કેક બનાવામાં આવી હતી. આમ બજારમાં નવી નવી વેરાવટીમાં જે કેક મળે છે તે માણસનું જ ઇનોવેશન છે. આ ઉપરાંત કેકમાં સૌથી અગત્યની બાબત ઇનગ્રીડીયન્સનું માપ છે. યોગ્ય માપ અતિ આવશ્યક છે.
બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી:-
સામગ્રી:-૧૫૦ ગ્રામ મેંદો, ૧૫૦ ગ્રામ સુગર, ૬૦ ગ્રામ ચોકો પાવડર, વેનીલા એસેન્સ, ૧૦ ગ્રામ બેકિંગ પાવડર, ૬ ઇંડા (ઇંડાને બદલે ૪૫ ગ્રામ દહીં)
* મેંદામાં કોકો પાવડર મીકસ કરવું તેમાં બેકીંગ પાવડર ઉમેરી મીક્ષણ તૈયાર કરવું
* ઇંડામાં ખાંડ ઉમેરવી (દહીંમાં ખાંડ ઉમેરવી)
* બનાવેલ ડ્રાય પાવડરને ઇંડા (દહીં) ના મીશ્રણમાં ઉમેરી તેમાં વેનીલા એસન્નસ ઉમેરવું
* આમ મીશ્રણ તૈયાર થયા બાદ તેને આકાર આપી ક્રીમ ઉમેરવામાં આવે છે અને આમ કેક તૈયાર થઇ જાય છે.
ઇંડા વગર કેક શકય?
કોઇપણ કેકને સારી બનાવા માટે ઇન્ડુ ઉમેરવું જરુરી છે. આ વાત આપણે અત્યાર સુધી સાંભળી જ છે. પરંતુ ઇંડા વગરની કેક પણ શકય છે. કોઇપણ કેક બનાવામાં ઇંડાની જગ્યાએ ૪૫ ગ્રામ દહીં ઉમેરી શકાય દહીં એ ઇંડાનું કામ કરે છે.