સબજેલની દિવાલોને ચિત્રોથી રંગવા ૧૦૦જેટલા ચિત્રકારોની સાથે કેદીઓ પણ જોડાયા: કેદીઓનું જીવન ચિત્રોમાં વર્ણવાયું
રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાનું મિશનચાલી રહ્યું છે. રંગીલા રાજકોટ વાસીઓ ખાવા પીવાના ખૂબજ શોખીન છે પરંતુ શહેરની દિવાલો માવાની પીચકારીનો ભોગ ન બને તે માટે તેને પહેલેથી જ ચિત્ર દ્વારા રંગીના ખવામાં આવી રહી છે જે અંતર્ગત સમગ્ર રાજકોટ શહેરની દિવાલોને મેસેજવાળા ચિત્રોદોરી ચિત્રનગરી બનાવવામાં આવી રહી છે. રાજકોટ સબ જેલમાં પણ ચિત્રનગરી અંતર્ગતચિત્ર દોરવામાં આવ્યા હતા.
મીશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ગોટેચાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચિત્રનગરી પ્રોજેકટ અંતર્ગત ચિત્રનગરીના ૧૦૦ કલાકારો દ્વારા જેલની બહારની દિવાલને ચિત્રથી શણગારવામાં આવી હતી.આ ૧૦૦ લોકોમાં બે લોકો જેલના કેદીઓ હતા. આ ઉપરાંત ૧૦ કેદીઓ મદદ માટે પણ આવેલ હતા.જેલ અંદર કેદીઓ માટે ઘણી પ્રવૃતિ થતી હોય છે.
રાજકોટ સેન્ટ્રલ જેલ ફેકટરી મેનેજરએ.એસ.પરમારે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આઈ.પી.એસ. ધર્મેન્દ્ર શર્મા અનેચિત્ર નગરીમાં જીતુભાઈ ગોટેચાના માર્ગદર્શન હેઠળ જેલની બહાર આવેલ વોલમાં ચિત્રકરવામાં આવ્યા હતા.
લોકોને જેલ વિશે માહિતી મળી રહે અને જેલમાં જે સુધારાત્મક પ્રવૃત્તિ ચાલે છે તેને લઈ ચિત્રનગરી દ્વારા ૧૦૦થી વધારે ચિત્રો દોરવામાં આવ્યા હતા. જેલનાં કેદીઓએ પણ જેલને સુંદર બનાવવા હોંસભેર ભાગ લીધો હતો અને કલાકારોને મદદરૂપ થયા હતા.
જેલના કેદી અબ્બાસભાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ છેલ્લા ૧૭ વર્ષથી જેલમાં છે.ધર્મેન્દ્ર કુમાર શર્મા તરફથી ચિત્રનગરીનું આયોજન કરવામાં આવ્યું તે અંતર્ગત તેમનેપણ એક કુદરતી દ્રશ્ય બનાવ્યું અને તેમની કલા પ્રદર્શીત કરી હતી.-