વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા અમદાવાદ દ્વારારાજકોટ મહાનગરપાલિકાને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત
‘સ્વચ્છ રાજકોટ, સ્વસ્થ રાજકોટ’
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ રાજકોટ અભિયાન સર્વેક્ષણનો સિઘ્ધાંત છે કે, સ્વચ્છતા અને તેના સિઘ્ધાંતો અંગેની તાલીમ પાયાથી મળે અને સ્વચ્છતાનો મેસેજ છેવાડાના લોકો સુધી પહોંચે અને સૌ સાથે મળીને ભીના-સુકા કચરાનું અલગ વર્ગીકરણ કરી રાજકોટ મહાનગર પાલિકાને સહયોગ કરેત્યારે તે હેતુથી જ રાજકોટની અલગ-અલગ ૬ જગ્યા પર આજ રોજ વિદ્યાર્થીઓ માટે મેગા એકઝામ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ૬૮,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો.
સ્વચ્છ મિશન અંગેનો વિદ્યાર્થીઓ સમજીશકે તે માટેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ હતો અને ટ્રેનર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સમજાવવામાં આવ્યા હતા. જેના પરીણામે આ પરીક્ષા લેવામાં આવી હતી. આ ઉપરાંત એક સાથેએક જ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તે માટે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા દ્વારા મનપાને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
ઉપરાંત આ પરીક્ષામાં ભાગ લીધેલ. તમામ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. શહેરના વેસ્ટ ઝોનમાં પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ તથા ડો.ઝાકીર હુસેન પ્રા.શાળા નં.૯૧, સેન્ટ્રલ ઝોનમાં હેમુગઢવી હોલ તથા શ્રી સર્વપલ્લી રાધાક્રિષ્નન પ્રા.શાળાનં.૬૩ તથા ઈસ્ટ ઝોનમાં અટલ બિહાર ઓડિટોરીયમ અને શ્રીહોમી જહાંગીર ભાભા પ્રા.શાળાનં.૭૮ ખાતે આ પરીક્ષા યોજવામાં આવી હતી.
મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, મેયર બીનાબેન આચાર્ય,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નિતીન ભારદ્વાજ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો. અબતક સાથે વાતચીત દરમિયાન ન્યુએરા સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી અજયભાઈ પટેલે જણાવ્યું હતુંકે, આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કલીનેથોનની એકઝામ યોજાઈ હતી.
૧૨ વાગ્યે દરેકસેન્ટર પર એક સાથે ૬૮,૦૦૦ બાળકોએ એકઝામ આપી છે અને સ્વચ્છતાનું મોટુ કેમ્પયેન રાજકોટ ખાતે થઈ રહ્યુંછે અને વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે. આ પ્રસંગમાં બાળકીની પરીક્ષા લેવામાં આવી હતી અને જેમાં બાળકોએ ઉમંગભેર ભાગ લીધો હતો અને આ બાબતે હું શાળાના શિક્ષકો અનેવાલીઓને પણ અભિનંદન પાઠવું છું.
સાથો સાથ રાજકોટ મહાનગર પાલિકાનો પણ આભાર માનું છું. કોઈપણ સંદેશો પસાર અથવા તો સંદેશો કોઈને પણ પાઠવવો હોય તો તે બાળકો ઉતમ માધ્યમ છે. જેથી બાળકો મારફતે ઘણીખરી વાત જે કહેવામાં આવતી હોય તે તેના વાલીઓ સુધીપહોંચી શકે છે. એક વાત સ્પષ્ટ છે કે બાળકોમાં જાગૃતતા લાવવી અનિવાર્ય છે. જોતેકરવા સક્ષમ થઈએ તો કોઈપણ જાતની તકલીફનો સામનો કરવો પડશે નહીં.