એકબાજુ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવામળી રહ્યો છે તો બીજી બાજુ કચ્છમાં વહેલી સવારે માવઠું થયું છે. કમોસમી વરસાદના લીધે ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. માવઠુ થતા કચ્છમાં ચાલી રહેલારણોત્સવ પર અસર જોવા મળી શકે છે.
અફઘાનિસ્તાનના પૂર્વીય વિસ્તારમાં વેસ્ટ ડિસ્ટબન્સની સાથે અપરએર સાયકલોનીર સરકયુલેશન સક્રિય થયું છે જેની અસર ૧૧ ડિસેમ્બરસુધી રહેશે અને માવઠુ પડવાની શકયતા રહેશે. આ ડિસ્ટબન્સના કારણે રાજયમાં અનેક સ્થળોપર કમોસમી વરસાદ પણ વરસી શકે તેમ છે તેવું હવામાન વિભાગને આગાહી કરી છે.
૧૨ થી ૧૩ ડિસેમ્બર બાદ બે થી ત્રણ ડિગ્રી ગગડતા કાતિલ ઠંડી શરૂ થવાની શકયતા છે. રાજયમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપડાથી લઈ છાંટા પડવાની શકયતા છે. હવામાન વિભાગના આંકડાના મુજબ અમદાવાદનું મહતમ તાપમાન ૩૦.૩ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨ ડિગ્રી જેટલું ગગડીને ૧૪.૧ ડિગ્રી જેટલુંનોંધાયું હતું.
રાજયના ૧૦ શહેરોમાં ઠંડીનો પારી ૧૬ ડિગ્રીથી નીચે નોંધાયો હતો.અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરથી આજ અને આવતીકાલ દરમિયાન રાજયમાં વરસાદી છાંટાથી લઈ ઝાપટાની પણ શકયતા રહેલ છે. ગુજરાતમાં ૧૨.૪ ડિગ્રી તાપમાન સાથે નલીયા ઠંડુગાર થઈ ગયું છે. રાજકોટમાં ૧૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે વહેલી સવારે ધુમ્મસ જેવું વાતાવરણ રહેતા ઠંડી જોર પકડે તેવી શકયતા દેખાઈ રહી છે.