વિઘ્નોની પાર આસ્થાએ આરાધનાને બનાવીદીધી આરાધ્યા
રાષ્ટ્રીય સંત નમ્રમુનિના સાંનિધ્યમાંઐતિહાસીક અને ભવ્યાતિભવ્ય દિક્ષા સંપન્ન
કહેવાય છે કે, જો માનવને આસ્થા હોય તો કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા તે સક્ષમ બની જતો હોય છે, પછી ભલે ગમે તેટલા વિઘ્નો તેની રાહમાં આવતા હોય ત્યારે જયારે માણસને સામાન્યતકલીફ પણ થતી હોય તો પણ તે પોતાનું કાર્ય પૂર્ણ નથી કરી શકતો અને પડતુ મુકી દે છે ત્યારે આ વાતને પુષ્ટી ન આપતા અને એક ઉચ્ચસ્તરીય અને આધ્યાત્મિક વાતાવરણની અનુભૂતિકરાવતા આરાધ્યાબેને એક ઉદાહરણ પૂરું પાડયું છે કે, આસ્થા હોય તો કોઈ પણ સમસ્યાથી પર થઈ શકાય.
દિક્ષા સમયે આરાધ્યાબેન ઉપર મંડપની કમાન પડતા તેમનેતાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓને માથાના ભાગમાં ૨૭ ટાંકા આવ્યાહતા પરંતુ સહેજ પણ વેદનાની અનુભૂતિ ન કરતા તેઓએ ડોકટરને જલ્દી થી જલ્દી ઓપરેશન પૂર્ણ કરવાનું જણાવ્યું હતું અને દિક્ષામાં સમયસર પહોંચી સંયમનો માર્ગ અપનાવવા માટે તેમને પ્રેરીત પણ કર્યા હતા અને સમયસર દિક્ષા પણ ગ્રહણ કરી પોતાને ધન્ય કરીદીધી હતી. આ એક મિશાલ છે સંસાર માટે.
સંસાર રૂપી ખાણમાં અવગુણોથી ખરડાયેલા અનેક આત્માઓને ઉગારીને આત્મસુધ્ધિના માર્ગ તરફ દોરી જતાં રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિમહારાજ સાહેબના વટવૃક્ષ સમાન છાયડા હેઠળ દિક્ષા સંપન્ન કરાઈ હતી. જેમાં બે દિક્ષાર્થીઓએ સંયમનો માર્ગ અપનાવી પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. જેમાં ઉપાસનાબેન સંજયભાઈ શેઠ અને આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળાએ દિક્ષા ગ્રહણ કરી હતી.
આ દિક્ષામહોત્સવ રાજકોટની ધરા પર એક અભૂતપૂર્વ ઈતિહાસ રચી હજારો ભાવીકોને હૃદયધારા પર અમીટછાપ અંકિત કર્યા હતા. બન્ને દિક્ષાર્થીઓએ સૌપ્રથમ શૃંગાર સજી દિક્ષા લેવા આવીપહોંચ્યા હતા. તેમના મુખારવિંદ પર એક જ ભાવ હતો કે તેઓને જલ્દીથી જલ્દી દિક્ષા મળીજાય જેથી તે સંયમના પથ પર આગળ વધી શકે અને પોતાને ધન્ય કરી શકે.
ત્યારે રાષ્ટ્રસંતનમ્રમુનિ મહારાજ સાહેબે બન્નેને દિક્ષા મંત્ર પ્રદાન કરી ઉપાસનાબેનને નવુ નામસ્વમિત્રાજી મહાસતીજી આપ્યું જયારે આરાધનાબેનને આરાધ્યાજી મહાસતીજી નામ આપ્યું.ગોંડલ સંઘાણી, બોટાદ અજરામર આદિ અનેક સંપ્રદાયના ૧૦૦થી વધારે સાધ્વી વૃંદ તથા સમગ્રસૌરાષ્ટ્ર અને મુંબઈ, ગુજરાત, કલકત્તા તથા અન્ય ક્ષેત્રોના સંઘોની ઉપસ્થિતિ વચ્ચે દિક્ષાનું અલૌકીક કાર્યસંપન્ન કરવામાં આવ્યું હતું.
રેસકોર્સના મેદાનમાં યોજાયેલા જૈનભાગવતી દિક્ષા કાર્યક્રમમાં બન્ને મુમુક્ષુનો સંયમના પંથે પ્રયાણને અનુમોદના આપવાસમસ્ત રાજકોટનો જૈન સમાજ અને જૈનેતરો પણ ઉમટી પડયા હતા. જેમાં આગામી તા.૧૫ નેશનિવારે નમ્રમુનિ મહારાજ સાહેબની સાનિધ્યમાં વડી દિક્ષા યોજાશે.
ત્યારબાદ બન્ને આત્મકલ્યાણીદિક્ષાર્થીઓ સંયમના માર્ગ પર નીકળી જશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બન્ને દિક્ષાર્થીઓને શ્રીફળ આપી અનુમોદના આપતા કહ્યું હતું કે, સંયમનો માર્ગ વધુ કલ્યાણ કારી અને આત્મા માટે શ્રેષ્ઠ છે. ત્યારે તેઓએ આ ઘડીને રાજકોટ માટે ઐતિહાસિક ઘડી ગણાવી હતી અને પોતાની જાતને ગૌરવની લાગણી અનુભવાય છેતેવો ભાવ તેઓએ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે નમ્રમુનિ મહારાજ સાહેબેત્યાગની ભાવનાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, સંસારમાં ત્યાગ અને બલીદાન થકી ઈશ્વરની નજીક જઈ શકાય છે અને મોક્ષ રૂપી અમૃતને પામી શકાય છે. માત્ર જરૂર છે આસ્થા તથા શ્રધ્ધાની જેના માટે દિક્ષા ગ્રહણ કરનારી બે દિક્ષાર્થી ઓના પરિવારને પણ તેઓએ સન્માન્યા હતા અને તેમના આત્મ વિશ્વાસને બિરદાવી હતી.
વાતકરવામાં આવે તો આરાધ્યાજી મહાસતીજીને દિક્ષા પહેલા સવારે તેમના માથા પર કમાન પડતા ગંભીર ઈજા પહોંચી હતી પરંતુ તેમનો આગ્રહ હતો કે, એ જ પાવન દિવસે તેમની દિક્ષા થાય. તેઓએ જણાવ્યું હતું કે, જો તેઓ બિમાર હાલતમાં દિક્ષા મહોત્સવ સ્થળે નહીં જઈ શકે તો ગુરુદેવ હોસ્પિટલમાં તેમને દિક્ષા લેવડાવે ત્યારે સવારના ૧૦ વાગ્યા સુધી સારવાર લીધા બાદ આરાધ્યાજી મહાસતીજી ૧૧ વાગ્યે મહોત્સવ સ્થળે વ્હીલ ચેરમાં ઉપસ્થિત રહ્યાં હતા અને દિક્ષાનો અંગીકાર કર્યો હતો. તેમના મોપર એક જ અમુલ્ય વાકયોના વ્હેણ વહેતા હતા કે તેમને દિક્ષા લેવી છે અને સંયમના પથ પરઆગળ વધવું છે.