પશ્ચીમ બંગાળમાં ભાજપની રથયાત્રા પર પ્રતિબંધ બાદ કૂચ બિહાર જિલ્લામાં પૂર્વમંજૂરી વગર જાહેરસભ યોજવા
બદલ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગી સહિતના ત્રણ નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
પૂર્વોત્તર રાજયોમાં પોતાનું સંગઠ્ઠન ઉભુ કરવા ભાજપ દ્વારા લાંબા સમયથી ભારે મહેનત કરવામાં આવી રહી છે. આ મહેનત રંગલાવતી હોય તેમ પૂર્વોત્તરના સાત રાજયોમાંથી પાંચ રાજયોમાં ભાજપની સરકાર બની છે કે ભાજપ કીંગ મેકરની ભૂમિકા આવી ગઈ છે.
પૂર્વોત્તર રાજયોના મુખ્ય રાજય પશ્ચીમ બંગાળમાં પણ ભાજપનું મજબુત સંગઠ્ઠન ઉભુ થઈ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં મમતાદીદીને હંફાવવા માટે ભાજપે રથયાત્રાનું આયોજન કર્યું હતુ. ભાજપની આ રથયાત્રા સામે બંગાળ પોલીસે વાંધો ઉઠાવીને સુઓ મોટો ફરિયાદ દાખલ કરી છે.
પશ્ચીમ બંગાળ પોલીસે દાખલ કરેલી સુઓમોટો ફરિયાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ, પ્રદેશ ઈન્ચાર્જ અને કેન્દ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગી, અને રાષ્ટ્રીય મંત્રી રાજુ બેર્નજીસામે કુચ બિહાર જિલ્લામાં પોલીસ તંત્રની મંજૂરી વગર જાહેરસભા યોજવા બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતુ કેપોલીસ તંત્રએ ભાજપના આ ત્રણેય આગેવાનો સામે પોલીસની મંજૂરી વગર જાહેરસભા યોજવાની ફરિયાદ નોંધી છે. આ ત્રણેય સામે ટુંક સમયમાં નિયમા નુસારના પગલા લેવાશે.
ભાજપના આ ત્રણેય નેતાઓ સામે ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ રાજયમાં ભાજપનીરથયાત્રા પર પ્રતિબંધ મૂકયા બાદ કૂચ બિંહાર જિલ્લામાં ઝિનાદાંગમાં રેલી યોજવા બદલનોંધવામાં આવી છે.
આ ફરિયાદ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે જણાવ્યું હતુ કેતેઓ આ સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય તેઓનો આભાર માનવા સ્ટેજ પર ગયો હતોમે ત્યાં રેલી કે જાહેરસભાને સંબોધીત કરી ન હતી .
જયારે પોલીસ ફરિયાદમાં બીજા જે બેનેતાઓના નામ છે તેઓ તો આ તકે હાજર પણ ન હતા તેઓએ ભાજપના નેતાઓ પર ખોટી ફરિયાદનોંધીને મમતા સરકાર લોક શાહીનું વસ્ત્રાહરણ કરી રહ્યાનો આક્ષેપ મૂકયો હતો.