દાયકાઓથી આપણે ત્યાં એક પ્રથા ચાલી આવે છે. બાળક જન્મે એટલેબીજા ત્રીજા દિવસથી જ તેને માલિશ કરવાની પ્રથા છે. માલિશ માટે આપણે સ્પેશિયલ બાઈ પણરાખીએ છીએ. બાળકને જેટલી વધુ માલિશ કરીએ તેટલું તે મજબૂત બને છે તેવું આપણા વડીલો કહેતા આવ્યા છે અને આપણે માનતા આવ્યાછીએ, પરંતુ તમનેજાણીને થોડું અચરજ થશે કે, આ માલિશ જરાય જરૂરી નથી. અરે, પિડિયાટ્રિશિયનતો આવી માલિશ કરવાનો વિરોધ કરે છે. જો બાળકની માતા તેને માલિશ કરે તો તેને માનસિકઅને ભાવનાત્મક ફાયદો થાય છે. આ સિવાય તેના કોઈ ફાયદા નથી.
આપણે માનીએ છીએ કે વડીલો કહે છે કે, માલિશ કરવા બાળકના સ્નાયુઓ મજબૂત થાય, નવજાત બાળકના પગવાંકા હોય એ માલિશથી સીધા થાય, તેનાં હાડકાં મજબૂત બને, સ્કિન સારી થાય, જન્મ વખતે જો તેના શરીર પર રૂવાંટી વધારે હોયતો માલિશ વડે એ ઘસાતી જાય અને પાંખી થતી જાય, સ્નાયુઓનો વિકાસ સારો થાય.
વિજ્ઞાન માને છે કે માલિશથી હાડકાં મજબૂત થતાં નથી કે રૂવાંટી દૂર થતી નથી. એનાથી બાળકની સ્કિનમાં કોઈ ખાસ ફેર પડતો નથી. જો માલિશ માટે કોઈ ગરમ તેલ જેમ કે લાલ તેલકે ઑલિવ ઑઇલ કે ઓસડિયાંવાળું તેલ વાપરવામાં આવે તો બાળકની કુમળી સ્કિનને ખૂબનુકસાન થાય છે. બજારમાં જે બેબી ઑઇલ મળે છે એ પણ દરેક બાળકને માફક આવતાં હોતાં નથી.આ ઉપરાંત બાળકનો વિકાસ ખોરાક પર હોય છે, માલિશ પર નહીં.
ડોકટર માને છે કે બાળકની માતા દ્વારા જો તેને માલિશનો લાભ મળે તો બંને વચ્ચેખૂબ સારું બોન્ડિંગ બને છે. બાકી માલિશ કરવાથી મસલ્સ મજબૂત થાય છે કે સ્કિન સ્મૂધ થાયછે એવું કંઈ જ હોતું નથી. બાળકોની સ્કિન તો સોફ્ટ હોય જ છે. હા, માલિશની સાઈડઈફેક્ટ ભલે ન હોય, પરંતુ તેની કોઈઈફેક્ટ પણ હજુ સુધી સાબિત થઈ નથી.
લોકો જેટલા માને છે તેટલા ફાયદા થતા નથી. બાળક એની જાતે જધીમે ધીમે બધું શીખવાનું છે. આપણે બાળકને માલિશ કરીને ઝડપી મજબૂત બનાવવાનું વિચારીએ તો તે શક્ય હોતું નથી. બાળક પહેલેથી ફલેક્સિબલ હોય જ છે. વળી, બાળકને રૂવાંટીદૂર કરવા ચણાનો લોટ ઘસીને નવડાવવામાં આવે છે, તે પણ બાળક પર જુલમ જ છે.
માલિશી તો ફાયદો માલિશ વ્યવસ્તિ રીતે કરવામાં આવે તો તેનાથી અચૂક ફાયદો થાયછે. તે રિલેક્સ થાય છે. તેના મસલ્સ રિલેક્સ થવાથી તેને પડ્યા-પડ્યા જે થાક લાગતો હોયતે દૂર થાય છે અને તેથી જ માલિશ કરી નાહીને બાળકને સરસ ઊંઘ આવે છે.
ટચ-ેરપી બાળકની માલિશ જ્યારે તેની માતા કરે છે ત્યારે તે ખૂબઅસરકારક સાબિત થાય છે, કારણ કે એ ફક્તમાલિશ નહીં, ટચ-ેરપીની ગરજસારે છે. માનો પ્રેમભર્યો સ્પર્શ બાળક માટે જરૂરી હોય છે. તેનાસ્પર્શમાંથી બાળકપ્રેમ અને સુરક્ષા અનુભવે છે. એને કારણે મા અને બાળક વચ્ચેનું બોન્ડિંગ પણ ખૂબસ્ટ્રોંગ બને છે. બાળક રડે તો તેનાં ફેફસાં મજબૂત થાય છે તે પણ ગેરમાન્યતા છે. બાળકજન્મે તેના બે દિવસની અંદર જ બાળક રડે ત્યારે તેનાં ફેફસાં ખૂલી જાય છે. ત્યાર પછીબાળકને રડાવવાની કોઈ જરૂર હોતી નથી.