રર દિકરીઓને પરણાવવા ‘સંસ્થા’એ સોયથી લઇ સોનાસુધીની વસ્તુઓના આણા તૈયાર કર્યા: ૩૦મીએ શુભ વિવાહ
દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર
કહેવાય છે કે જીવનમાં એકવાર જો ક્ધયાદાન કરવામાં આવે તોસર્વ પ્રકારના દાનનું ફળ મળી જાય છે. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ‘દિકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમદ્વારા જે દિકરીઓના પિતા હયાત નથી અથવા માતા-પિતા હૈયાત નથી અને જેમની આર્થિકસ્થિતિ પણ સારી નથી તેવી રર દિકરીઓના લગ્નોત્સવને લઇને દિકરીઓને આપવામાં આવતીવિવિધ જીવન જરુરીયાતોની વસ્તુ એટલ કે આણુ પાથરવામાં આવ્યું હતું. જેનો મુખ્યઉદ્દેશ એ હતો કે હજુ વ્હાલુડીના વિવાહ આડે થોડા દિવસો બાકી છે. જેથી હજુ પણદિકરીઓને કંઇ ખૂટતું હોય તો તે ઘ્યાનમાં આવે અને એ વસ્તુઓની ખરીદી કરી શકાય.
આ તકે મહિલા મંડળના ભાવનાબેન મહેતાએ ઉત્સાહભેર જણાવ્યુંહતું કે આ અવસરનેલઇને અમે બધી જ બહેનો ખુબ જ ઉત્સાહીત છીએ અને આ બધી જ કામગીરીમાંઅમને ખુબ જ આનંદ આવે છે. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે રર દિકરીઓનેરર સભ્યો સાથે લઇ ગયા હતા. એક દિકરી સાથે એક સભ્ય એમ રહીને દિકરીને જે કંઇ જોઇતુંહોય, લેવું હોય તેતેની પસંદગીનું લઇ શકે. આજનો અમારો ઉદ્દેશ પણ એ જ છે કે અત્યારે બધી જ વસ્તુઓરાખીને અમે જોઇ લઇએ કે કંઇ ખૂટતુ તો નથી ને કોઇના કોઇ સજેશન હોય તો જણાવી શકે અનેએ મુજબ ખરીદી થઇ શકે.
બધી જ બહેનોને આ લગ્નોત્સવને લઇને ખુબ જ ખુશી છે અને દરમીટીંગ પછી અમે લગ્નગીતો પણ સાથે મળીને ગાઇએ છીએ. કરિયાવરમાં પ૦ થી લઇને પ લાખસુધીની વસ્તુઓનો સમાવેશ કર્યો છે.
જેમાં સોનુ, ચાંદી, કપડાં, વાસણ, ઇમિટેશન, કટલેરી, ઇલેકટ્રોનીકસાધનો, ઓકસોડાઇઝ વસ્તુઓ, ફર્નીચર તેમજઅન્ય વસ્તુઓ આપવામા આવી છે. દિકરીઓને જે કંઇ જોઇતું હોય એ બધી જ વસ્તુઓની અમેપુરતી કાળજી રાખી છે. આ ઉપરાંત લગ્નની તૈયારીના ભાગરુપે અમે પણ ખરીદી શરુ કરી દીધીછે અને તેનો અમને ખુબ જ ઉત્સાહ છે.