ભક્ત કવિશ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી આયોજિત પરિસંવાદમાં વિદ્વાનો વ્યક્તવ્યો આપશે
અખિલભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંતની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકનું આયોજન તા. ૮ અને ૯ ડિસેમ્બરનાં રોજ શ્રી રામજી મંદિર ઓડીટોરીયમત્રિવેણીસંગમ રોડ સોમનાથ ખાતે કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યકારીણી બેઠક દરમિયાન ભક્ત કવિશ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી આયોજિત પરિસંવાદમાં તા.૮નાં રોજ ભારતીય સાહિત્યમાં શિવતત્વનું નિરૂપણ વિષય પર અને તા. ૯નાં રોજ ભારતીય સાહિત્યની વિભાવના અને ગુજરાતી સાહિત્યમાં ભારતીયતા વિષય પરપરિસંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમનો ઉદ્દઘાટન સમારોહ નરસિંહ મેહતા યુનિ.નાં કુલપતિ ડો. જે. પી. મૈયાણીના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં મુખ્ય મહેમાનો તરીકે બીજ નિગમ ગાંધીનગરનાંચેરમેન રાજશીભાઈ જોટવા, પૂર્વ મંત્રીજશાભાઈ બારડ, જિલ્લા ભાજપ ગીર-સોમનાથનાં પ્રમુખ ઝવેરીભાઈ ઠક્કર, સોમનાથ ટ્રસ્ટ કાર્યકર્તા યશોધર ભટ્ટ, અશોક ચાવડા ઉપસ્થિત રહેશે તેમજ આ બે દિવસીય કાર્યક્રમનાંસમાપન પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીનાં અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, સિદ્ધસંત ઉત્તમ સ્વામીજી અને લંડનથી ડો. જગદીશ દવે ખાસ ઉપસ્થિત રહેશે.
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંતની રાષ્ટ્રીય કાર્યકારીણીબેઠકમાં આ પરિષદનાં સંગઠન મંત્રી શ્રીધર પરાડકર અને અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ સ્વાંતરંજનજીતરફથી આશિર્વાદ પ્રાપ્ત થશે. આ ઉપરાંતબે દિવસ દરમિયાન પૂર્વ કુલપતિ મિથિલાપ્રસાદ ત્રિપાઠી, ડો. રામ પરિહાર, સો. બિપીન આશર, ડો. રાજેશ મકવાણા, ડો. ભરત ઠાકોર, ડો. બળવંત જાની, ડો. કે.સી રેડ્ડી, ડો. જેઠાલાલ ચંદ્રવાડીયા, મહેન્દ્ર નાઈ અને ઋષિકુમાર મિશ્ર જેવા વિદ્વાનો વક્તવ્યો આપશે એવું નિમંત્રક કુલસચિવ પ્રો. અતુલ બાપોદરા, મહામાત્ર ડો, અજયસિંહ ચૌહાણ અને નિમંત્રક પ્રો. કલાધર આર્ય તેમજ પ્રો. ઝાલાનીયાદીમાં જણાવી સૌરાષ્ટ્રની સુજ્ઞ સાહિત્યપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાજણાવવામાં આવ્યું છે.