ગોડાઉન ઓફીસરની બુમરેગ થતી માંગણીઓ: સુરક્ષા-સલામતી વ્યવસ્થા ચીથરે હાલ
ટેકાના ભાવેમગફળી ખરીદ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ચાલુ વર્ષે રાજય સરકારે તદન સ્વરૂપ આપેલ છે પરંતુ સરકારનાઆદેશનું પૂર્ણ રીતે પાલન થતું ન હોવાની ચોંકાવનારી હકિકત સામે આવેલ છે.
દૂધના દાઝયા છાસ પણ ફુંકીને પીવે તે રીતે રાજય સરકારે પારદર્શિતાને લગતા તમામ પાસાઓ પર ધ્યાન આપેલ છે, જે પૈકી તમામ પ્રક્રિયાને આધાર-પુરાવાના ભાગરૂપે સીસીટીવી કેમેરાના દાયરામાં યોજવાની જોગવાઈ છે.પરંતુ ભાટીયા ખરીદ કેન્દ્રમાં સરકાર દ્વારા જાહેરાતથી કરીને આજદિવસ સુધી સીસીટીવી કેમેરાનું ઈન્સ્ટોલેશન જ નથી થયું.
આ વિષયે ગોડાઉનઓફીસર પંડયાનો સંપર્ક સાધતા તેઓએ સલામતી અને સુરક્ષા હેતુ સીસીટીવી કેમેરાની માંગ કરતોપત્ર તા.૨૨/૧૧ના રોજ કલેકટરને પાઠવી ઉપરી અધિકારીઓને મૌખિક જાણ કર્યાનું જણાવેલ છે. આ વિષયે મામલતદાર કલ્યાણપુર સંપર્ક સાધતા તેઓએ વિડીયોગ્રાફી ને સીસીટીવીના વિકલ્પ તરીકે આધારભુત ગણાવેલ છે.
આ વિધાન પરિપત્રને સુસંગત ન હોવાનું જાણકાર વર્તુળોમાંથી જાણવા મળેલ છે. આ મુદ્દે કલેકટર કચેરીનો સંપર્ક સાધતા દતાણીએ આજવાબદારી ખેતીવાડી વિભાગની હોવાનું જણાવેલ છે જયારે ખેતીવાડીના પટેલ સાહેબે કલેકટરકચેરી જ જવાબદાર હોવાનું જણાવેલ છે. સદર પત્ર સંદર્ભે થયેલ કામગીરીની જગ્યાએ કલેકટર કચેરીની માત્ર ઈન્વર્ડ ડીટેઈલપણ ઘણા પ્રયત્નો છતાં મળી શકેલ નથી.
પુરવઠા વિભાગેસીસીટીવી કેમેરાની જવાબદારી ભાટીયા એપીએમસી પર ઢોળી દીધેલ હતી. જયારે ભાટીયા ખાતે તપાસ કરતા આવો કોઈ આદેશ ન હોવાનીઆધારભૂત માહિતી મળેલ છે. આમ ભાટીયા ખાતેચાલતી ખરીદ પ્રક્રિયા સરકારનું ત્રીજું નેત્ર ગણાતી અને પરિપત્રમાં ખાસ મહત્વ ધરાવતી ટેકનોલોજી વગર ચાલી રહી છે.
ખેડુતોનોભારે ઘસારો, ઉગ્ર માહોલ, ટ્રાફિક જોતા ગોડાઉન ઓફિસરે જોખ-તોલ કામગીરીની શ‚આતમાં જ કલ્યાણપુર પી.એસ.આઈ પાસે પુરતી સલામતી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરેલ પરંતુ હજી સુધી માત્ર હોમગાર્ડજવાનો વડે જ સલામતી વ્યવસ્થા ચલાવાઈ રહી છે.
અતિ સંવેદનશીલમુદ્દે તંત્ર દ્વારા ગંભીરતા ન લેવાતા આજે વેઈંગ કોન્ટ્રાકટરે ઉપલી કચેરીઓ અને પોલીસવિભાગને ફરીથી રજુઆત કરેલ છે. હાલમાંધીમી ચાલતી સેમ્પલીંગ, જોખ-તોલ પ્રક્રિયા, સિલાઈ, લોડીંગ વગેરે મુદે અરાજકતાઉભી થયેલ છે, તેવા સમયમાં સરકારની પારદર્શિતાઅને મહત્વાકાંક્ષા પર અધિકારીઓ દ્વારા પાણી ફેરવાઈ રહ્યું છે. કેમ કે કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના ખેડુતોને વિશ્વસનિયતા પ્રદાન કરતું સીસીટીવી કેમેરા નામનું ત્રીજું નેત્ર ભાટીયા ખાતે આવ્યુંજ નથી.