પોતાની ભુલમાંથી શીખવું તે પણ મોટી વાત છે: વિરાટ કોહલી
પોતાની બેટીંગ અને પોતાના ગરમ સ્વભાવને લઈ મશહુર થયેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, વ્યવહારના સંબંધમાં સીમા રેખા કયાં સુધીહોય શકે. કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમેચ રમી રહી છે.
સર્વેની નજર અને ખાસ કરીને વિરાટની નજર આ ટેસ્ટસીરીઝ જીતવા પર છે ત્યારે વિરાટ કોહલીએ વિશેષરૂપે જણાવ્યું હતું કે,તે તમામ સીમાઓ ઓળંગી પોતાની રીતે આગળ વધી રહ્યો છે તેને કોઈના સહારે આગળ વધવું પસંદ નથી.
પોતાથી થયેલી ભુલનું વિશ્લેષણ પોતે જ પોતાની રીતે કરે છે. તેને જણાવ્યું હતું કે, જે કોઈ પોતાની હદ નકકી કરી લે છે તે કદી સફળ થતો નથી એટલે જ કહી શકાય કે મજબુત ટીમ ઓસ્ટ્રેલિયાને ઘુંટણીયે પાડી દેવામાં વિરાટની નીતિ કામ આવી હતી.
ભારતના ખુબજ નિમ્ન ગણી શકાય તેવા સ્કોરમાં આખી ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી ત્યારે ભારતે વાપસી કરી ઓસ્ટ્રેલિયાને ઘુંટણીયે પાડી દીધું હતું. વિરાટ કોહલીનું પ્રથમ ટેસ્ટમાં પ્રદર્શન નબળું રહ્યું હતું તેના પર તેણે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેના દ્વારા જે ભુલો રહી ગઈ છે તેને તે સુધારશે પરંતુ નવી રાહ ચિતરવા તે આગળ વધી રહ્યો છે.
જે રીતે વિરાટ આક્રમક મીજાજી માનવામાં આવી રહ્યો છે અને દિવસેને દિવસે નવા રેકોર્ડો સર કરી રહ્યો છે ત્યારે તે પોતાના ધીર ગંભીર સ્વભાવથીઅને પોતાની ઉકિતથી ઘણી સમસ્યાઓનો નિકાલ કરીને પોતાની વિરાટ છાપ લોકો વચ્ચે ઉભી કરી છે .
જે સન્માનીય કહી શકાય. વધુમાં વિરાટે જણાવ્યું હતું કે,હું કદી કોઈની રાહ પર ચાલ્યો નથી. મને મારી રાહપર ચાલવું વધુ પસંદ છે. જેના કારણે આજે આપણે જાણીએ છીએ કે જે વિરાટે ભારતીય ટીમને વિરાટ શિખર ઉપર બેસાડયું છે તેનો શ્રેય વિરાટ કોહલીના શીરે જાયછે.