પ્રિયંકાના વેડીંગ ડ્રેસ પાછળ ૧૧૦કારીગરોએ ૩૭૨૦ કલાકો સુધી એમ્બ્રોઈડરી અને હેન્ડવર્ક કારીગરી કરતા આ રેડ માસ્ટર પીસબન્યો હતો
દીપ-વીર બાદ બહુચર્ચીત જોડી પ્રિયંકા અને નીક સતત અહેવાલોમાં છવાયા છે.પ્રિયંકાની વેડીંગમાં તેણે પહેરેલ વેડીંગ ડ્રેસે ખુબજ આકર્ષણ જમાવ્યુંહતું. ત્યારે પ્રિયંકાના આ લાલ રંગ પાછળ પણ એક રસપ્રદ કહાની છે.
પ્રિયંકાની સ્ટાઈલીસ્ટ અમી પટેલે કહ્યું હતું કે, પ્રિયંકાને પહેલેથી જ તેના વેડીંગ માટે લાલ રંગનો ડ્રેસ જોઈતો હતો,માત્ર લાલ જેમાં કોઈ ગોલ્ડ કે અન્ય રંગોનું મિશ્રણ ન હોય. હિન્દુ રિવાજ મુજબના લગ્નમાં પ્રિયંકા સભ્ય સાચી દુલ્હન બની હતી. પીસીનો લાલ લહેઘો, હેન્ડ એમ્બ્રોઈડરી, ફ્રેન્ચ સીલ્કના રેસા, શીયાન રેડ ક્રિસ્ટલ્સ અને અદ્ભૂત કારીગરી અને હેન્ડ ફીનીશીંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
પ્રિયંકાનો રેડ વેડીંગ ડ્રેસ બનાવવામાં ૧૧૦ કારીગરોએ ૩૭૨૦ કલાકમાં આ માસ્ટર પીસ તૈયાર કર્યો હતો.જેવી રીતે પ્રિયંકાની ડિમાન્ડ હતી તે મુજબ જ તેના ડ્રેસ સાથે ખુબજ બારીકઅને અનકટ મુગલ ડાયમંડ જવેલરી ડિઝાઈન કરવામાં આવી હતી. જેમાં બહુમુલ્ય ડામંડ અને ૨૨ કેરેટ ગોલ્ડ, જાપાનીઝ પર્લ ઉમેરવામાં આવતા તેનીજવેલરી ડ્રેસના કોન્ટ્રાસ્ટમાં જબરદસ્ત લુક આપી રહી હતી.
નીકે પણ પ્રિયંકાને હાથેથી બનાવેલી સીલ્કની ચિકનએમ્બ્રોઈડરી, ચંદેરી સાફા,રોઝ કટ કલગી અને સભ્યસાચી ડાયમંડ નેકલેસ સાથે પ્રિયંકાને કોમ્પીટીશન આપી હતી. પ્રિયંકા અને નીકે હિન્દુ પરંપરા મુજબ વિધિ કરીને લગ્ન કર્યા હતા. આ વર્ષે કેટલાક બોલીવુડ સેલીબ્રિટી દાંપત્ય જીવનની શરૂ આત કરવા જઈ રહ્યાં છે.જેમાં નેહા ધુપીયા, અનુષ્કા, દિપીકા અને ત્યારબાદ પ્રિયંકાના વેડીંગ ડ્રેસ ચર્ચાનો વિષય બન્યા હતા.