સોનિયા ગાંધીના જમાઈ રોર્બટ વાડરાના સાથીદારો પર ઈડીના દરોડા રાજનૈતિક સ્ટન્ટ: રણદીપ સુરજેવાલા
કોંગ્રેસના પૂર્વ પ્રેસીડેન્ટ સોનિયા ગાંધીના જમાઈના સાથી દારો ઉપર સોમવારે ઈન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા દરોડા પાડવામાં આવતા રોર્બટ વાડરા ભીડાયો હતો જે સરકારની પોલીટીકલ ઈનફાઈટ અને કયાંક ટેબલ નીચેથી સરકાવાતા નાણા હોવાનું ખુલ્યું હતું.
દિલ્હી એનસીઆર અનેબેંગ્લોરના છ પરિસરમાં ઈડીએ દરોડા પાડયા હતા. પરંતુ ઈડીએ કોઈપણ પ્રકારની વિગતો જાહેર કરીનથી. રોકાણ તેમજ પ્રોપર્ટીમાં ખર્ચાયેલા નાણા તેમજ યુપીએ સમયકાળ દરમિયાન થયેલ ડિફેન્સ ડીલના કમિશન સાથે ઈડીના દરોડાનો સંદર્ભ હતો.
સુત્રોનું કહેવું છે કે, દરોડામાં બે અધિકારીઓ અને વાડરાના નજીકના એસોસીએટને બાનમાં લીધો હતો.પરંતુ વાડરાનું કહેવું છે કે, ઈડીનું એકશન પોલીટીકલ સ્ટન્ટ છે. તેણે દાવો કર્યો હતો કે, ઈડીએ તેનો એજન્ડા પુરો કરવા તેમજ મારા સાથીદારોને બદનામ કરવા માટે દરોડા પાડયા હતા.
આ દરોડા અંગે કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, રોર્બટ વાડરા અને તેના સાથી દારોને ફસાવવા મોદી સરકારની રણનીતિ અને બદલો લેવાની ભાવના છે. ૨૦૧૬માં આઈટી દ્વારા ડિફેન્સ સોદાના ડિલર સંજય ભંડારી અને તેના સાથી દારોને ડિફેન્સ ડિલ અંગેની ગળબળમાં તેના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
આઈટીનું કહેવું છે કે, વાડરાના એસોસીએટે ડિફેન્સ ડિલમાં કમીશન ખાધુ છે. વાડરા અને તેના વકીલે ભંડારી સાથેના સંબંધો સ્વીકારવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી જે ભંડારી કેટલાક સમયથી દેશ છોડી ફરાર થયો છે.