૮ ડિસેમ્બર એટલે કે આજ રોજ વિશ્વને એક નવી સુંદરી મળશે. ચાઈનાના સાઇના શહેરમાં મિસ વર્લ્ડની ૬૮મી સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતીયોગિતામાં ૩૨ અલગ અલગ દેશોમાથી સુંદર યુવતીઓ આ પ્રતીયોગિતામાં ભાગ લેવા આવી છે.
ગ્યા વર્ષે મિસ વર્લ્ડનો ખિતાબ અને ભારતનું નામ રોશન કરનાર મનુસ્સીચીલ્લર આ વર્ષે જીતનાર મિસ વર્લ્ડ ૨૦૧૮ને પોતાનો તાજ પહેરાવશે. બસ હવે એ પળની રાહ જોવાઈરહી છે કે આ વર્ષે આ મિસ વર્લ્ડનો તાજ ક્યો દેશ અને કઈ સુંદર યુવતી પોતાના નામ કરશે.
આપના ભારત સમય પ્રમાણે વાત કરીએ તો આ પ્રતિયોગિતા ૪:૩૦ વાગ્યે શરૂ થશે. ભારતની અનુકૃતિ વાસ આ પ્રતિયોગિતામાં ટોપ ૩૦ સ્પર્ધકોમાં પોતાનું નામ જાળવી રાખ્યું છે, ભારત સિવાય ન્યુઝીલેન્ડ, સિંગાપુર, ચીલી, ફ્રાંસ, બાંગ્લાદેશ, જાપાન, મલેશિયા, મોરિશ, મેક્સિકો જેવા અનેક શહેરોમાં પણ આ સ્પર્ધામાં ભાગ લીધો છે.
અનુકૃતિ વાસએ મિસ ઈન્ડિયાના અંતિમ પ્રશ્નમાં ખૂબ જ સારો જવાબ આપીને મિસ ઈન્ડિયાનું ખિતાબ પોતાના નામ કર્યું હતું. તેને પુછવામાં આવ્યું હતું કે જીવનમાં શિક્ષક તરીકે સફળતા સારી છે કે નિસફળતાતેણીએ ખુ જ સુંદર જવાબ આપ્યો હતો કે “હું કહું છું કે નિષ્ફળતા એ એક ઉત્તમ શિક્ષક છે કારણ કે જ્યારે તમે જીવનમાં સતત સફળતા પ્રાપ્ત કરો છો, ત્યારે તમે એક તબક્કે તમારો વિકાસ અટકી જશે. પરંતુ જ્યારે તમે સતત નિષ્ફળતા પ્રાપ્ત કરો છો, ત્યારે અંદર રહેલી આગ તમને સખત મહેનત કરાવશે અને તમને તમારૂ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપી બનશે.
તામિલનાડુંની અનુકૃતિ વાસએ મિસ ઈન્ડિયા નું ટાઇટલ પોતાના નામ કર્યું ત્યારબાદ હરિયાણાની મીનાક્ષી ચૌધરી બીજા સ્થાન પર હતી અને ત્રીજા સ્થાન પર આંધ્રપ્રદેશની શ્રેયા રાવને સ્થાન મળ્યું હતું ભારતના બધા જ લોકોને આશા છે કે અનુકૃતિ વાસ ભારતને મિસ વર્લ્ડનું ટાઇટલ પોતાના નામ કરી ભારતનું નામ રોશન કરશે.