ઓ.ડી.એફ.ના સર્વેક્ષણ માટે બીજી ટીમ જાન્યુઆરીમાં આવશે: કોર્પોરેશનનુંતંત્ર ઉંધા માથે
સ્વચ્છતામાં નંબર આપવામાટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ટુંક સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯નીકામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગતઅલગ-અલગ શહેરોમાં કુલ ૩ પ્રકારના સર્વે કરવામાં આવશે.સ્વચ્છતામાં સ્ટાર રેટીંગ આપવા માટે કેન્દ્ર સરકારની એક ટીમ આગામી સોમઅથવા મંગળવારના રોજ રાજકોટની મુલાકાતે આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્વચ્છતામાં રાજકોટનેદેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવા માટે મહાપાલિકા દ્વારા છેલ્લા ઘણા મહિનાથીઓથી અથાતમહેનત કરવામાં આવી રહી છે. તંત્ર સાતેય કામો પડતા મુકી સ્વચ્છતા અભિયાનમાંલાગી ગયું છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર ૩,૪,૫ અને ૭નો રેટીંગ હાંસલ કરવા માટે તાજેતરમાં સ્ટેન્ડિંગકમિટી દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને અધિકૃત કરવામાં આવ્યા છે. રેટીંગ માટે આગામી સોમ અથવા મંગળવારના રોજ કેન્દ્ર સરકારની એક ટીમ રાજકોટનીમુલાકાતે આવી રહી છે.
જેમાં અલગ-અલગ પાસાઓનીચકાસણી કરી માર્કસ આપવામાં આવશે. હાલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટશાખા શકય તેટલા વધુ માર્કસ મેળવવા માટે ઉંધા માથે કામે લાગી ગયું છે. રાજકોટની જાહેર શૌચક્રિયા મુકત શહેર જાહેર કરવામાં આવ્યું છે. જેના સર્વે માટે અન્ય એક ટીમ જાન્યુઆરી માસમાં રાજકોટની મુલાકાતે આવશે.સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ અંતર્ગત અલગ-અલગ ત્રણ પ્રકારના સર્વે કરાયા બાદ જે-તે શહેરને નંબરઆપવામાં આવશે.
મહાપાલિકા દ્વારા શહેરમાં૧૮ નવા મોડેલ ટોઈલેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રત્યેકવોર્ડમાં એક મોડલ ટોયલેટ બનાવવામાં આવશે. હાલ ભીનો અને સુકો કચરોઅલગ-અલગ એકત્રિત કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.