એક પણ ટેન્ડર ન આવતા મુદત ૧૨મી સુધી લંબાવાઈ
ઝુંપડપટ્ટીમાં વસવાટકરતા ગરીબોને પાકુ અને ઘરનું ઘર મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પીપીપી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત શહેરના સૌથી પોશ ગણાતા એવા રેસકોર્સ રીંગ રોડ પાસે બાવળીયાપરા મફતીયામાં ઝુંપડાઓ દુર કરી ગરીબોને પાકા મકાન આપવા માટે તાજેતરમાંટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા. જોકે સોનાની લગડી જેવી આસાઈટ માટે એક પણ બિલ્ડરે ટેન્ડર ન ભરતા ભારે આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું છે.અન્ય શહેરોના બિલ્ડરોને ટેન્ડર ભરવામાં છેલ્લી ઘડીએ રસ પડયો હોવાનું જાણવા મળતા ટેન્ડરની મુદત ૬ દિવસ સુધી લંબાવવામાં આવી છે.
રેસકોર્સ રીંગ રોડ પાસે આવેલા બાવળીયાપરા મફતીયા તરીકે ઓળખાતાવિસ્તારમાં ૬૧૦૦ ચો.મી. જમીન પર આશરે ૧૦૦ જેટલાકાચા-પાકા મકાનો આવેલા છે. મકાનધારકોનેપાકા મકાનો આપવા માટે અહીં પીપીપી આવાસ યોજના લાગુ કરવામાં આવી છે.