આત્મરક્ષાના કોલ સાથે ઉજવાયો મુમુક્ષુઓના અંતિમ રક્ષાબંધનનો અનેરો અવસર: નાટિકા ‘કોપીરાઈટ’ અને જીવદયાનો બોધ આપતા ‘અભય દયાણમ્’ કાર્યક્રમે સર્વેને કર્યા મંત્રમુગ્ધ
ભવ્યતા અને દિવ્યતાના પર્યાય સમા બની રહેલાં આ જૈનભાગવતી દીક્ષા મહોત્સવના છઠ્ઠા દિવસે નિયુક્ત કરવામાં આવેલાં સંઘપતિ વર્ષાબેન રોહિતભાઈ રવાણી પરિવારે અત્યંત નમ્રભાવે અને શરણભાવે પૂજ્ય ગુરુ ભગવંતના સ્વાગત વધામણાં કર્યાહતાં. સંઘપતિ પરિવારનું બહુમાનકરતાં એમને ગૌરવવંતી પાઘડી અને શાલ અર્પણ કરવામાં આવ્યાં હતા.
જેમના દર્શને ધન્ય બની રહ્યું છે રાજકોટ એવા ત્યાગમૂર્તિદીર્ક્ષાી બહેનોને ડુંગર દરબારનાં વિશાળ શામિયાણામાં હજારો હ્રદયના નગનતાં ધબકાર વચ્ચેસ્વજન પરિવારજન દ્વારા ચંદ્રના ર પર સવાર કરાવીને તેમજ દિવ્ય પાલખી પર સવાર કરાવીનેઅત્યંત દબદબા પૂર્વક પ્રવેશ વધામણાં કરાવવામાં આવતાં ઉપસ્થિત સહુ અંતર માંથી ડોલી ઉઠ્યાંહતાં.
સંઘપતિ પરિવાર દ્વારા દીક્ષાર્થીઓના ભાલ પર કરવામાંઆવેલાં વિજય તિલકના શુભ શુકન બાદ આ અવસરે અત્યંત સંવેદનશીલ નાટિકા ‘કોપી રાઈટ’ની અદ્ભૂત પ્રસ્તુતિ કરવામાં આવી હતી.સંસારના સંબંધોના બંધનોમાં વણાએલા સ્વાર્થના તાણાવાણાનોતા દ્રશ્ય ચિતાર આપતી આ નાટિકા સહુના હૃદય અને આંખમાં ખૂણાને ભીંજવી ગઈ હતી.
વિશેષમાં આ અવસરે આયોજિત આત્મરક્ષા બંધનના કાર્યક્રમઅંતર્ગત મુમુક્ષુ બહેનોએ પોતાના ભાઈઓની કલાઈ પર સંસાર જીવનનું અંતિમ રક્ષાબંધન કરીનેસ્નેહભીના આત્મરક્ષાના કોલ આપ્યાં હતાં તો બીજી તરફ મુમુક્ષુઓના ભાઈઓએ પણ પોતાની વ્હાલીબેનનો આંખમાં આંસુ સાથે સંયમ જીવનમાં નિર્વિઘ્નતાની શુભેચ્છા આપતી ભેટ આપીને વ્હાલી ભીંજવીદીધી હતી.
આ અવસરે જગતમાં પરાએલાં છ કાય સ્વરૂપ જીવોના પરિવેશમાંસજ્જ ઈને બાળકોએ પ્રસ્તુત કરેલાં અભયદયાણંના કાર્યક્રમ અંતર્ગત, દીક્ષાર્થિ બહેનોને પાસે કરવામાં આવેલી અભયનાદાનની યાચના બાદ મુમુક્ષુ બહેનોએ તે જીવોને કરેલાં રક્ષાબંધન અને આપેલાં જીવરક્ષાનાવચનના દ્રશ્ય જોઈને સહુ અત્યંત પણે અહોભાવિત બન્યાં હતા.
હજારો ભાવિકોને આ અવસરે મુમુક્ષતા અને સંયમ જીવનનાવાસ્તવિક સ્વરૂપની સમજણ આપતાં અત્યંત પ્રભાવક શૈલીમાં જણાવ્યું હતું કે, મુમુક્ષતા ક્યારેય દેવો પ્રદાન ની કરતાંપરંતુ અંતરની સમજણ, અંતરના સંસ્કાર અને સ્વયંના સ્વભાવના પોલીશીંગીપ્રગટ તી હોય છે.
ખાણમાંથી નીકળેલાં હીરાની માત્ર ઓળખ થઈ જવાી હીરો ચમકીજાય એવું જરૂરી ની હોતું પરંતુ હીરાને ચમકવા માટે સ્વંય ઘસાવું પડતું હોય છે. જિન શાસનમાં પ્રવેશ એટલે માત્ર ખાણમાંથી હીરાનંંબહાર નીકળવું પરંતુ સંસાર રૂપી ખાણમાંથી નીકળીને આત્માને ચમકાવવા માટે ઘણી મહેનત અને જહેમત કરવી પડતીહોય છે.
આ અવસરે મુમુક્ષુ બહેનોને સંયમ જીવનને પુરુષાર્થી ચમકાવવા માટેનો બોધ આપતાં રાષ્ટ્રસંત પૂજ્યે કહ્યું હતું કે, પોતાને મળીને પરમાત્માને મળવું અને પરમાત્માને મળીને પોતાને મળવું તે સંયમની સોનેરી ક્ષણ હોય છે. સાધુની શોભા હંમેશા સાધનાી હોય છે. આત્મશુદ્ધિ કે આત્મસ્નાન વિના અકળામણ અનુભવે તે સાધુ હોય છે.જાત સાથે કઠોર અને જગત સાથે કોમળ બને ત્યારે તે સાધુનું સાધુત્વ ખીલી જતું હોય છે.