રેસ એક્રોસ અમેરિકા માટે કવોલીફાઈડ
મુળ દ્વારકાનો વતની અને અમદાવાદ ખાતે સોફટવેર એન્જીનીયર પાર્થ રાયચુરાએ થોડા સમય પહેલાંજ શોખ ખાતર સાઈકલીંગ શરૂ કર્યા બાદ રૂચિ કેળવાતા દેશભરમાં યોજાતી અલગ-અલગ સાઈકલીંગ ઈવેન્ટસને સફળતાપૂર્વક પાર કરવાની સિદ્ધિ મેળવી છે. ૨૩,૨૪ નવેમ્બરના રોજ ડેકકન કલીફેન્જર દ્વારા આયોજીત પુનાથી ગોવા સુધીના ૬૪૩ કિમીનીપ્રતિષ્ઠીત રેસમાં ભાગ લઈ સફળતાપૂર્વક સમયસર પૂર્ણ કરી હતી.
દેશભરમાંસોલો અને ૨૪ ટીમના મેમ્બર થઈ કુ ૧૪૯ સાઈકલીસ્ટસએ આ રેસમાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાતમાંથી માત્ર એક પાર્થ રાયચુરાએ ભાગ લઈ સફળતા પ્રાપ્ત કરી હતી.આ માટે તેણે સતત ચાર માસ સુધી સખત પ્રેકટીસ અને અથાક મહેનતની સાથો સાથ ડાયટ પણ પ્લાન કર્યું હતું.
આ સફળતા બાદ પાર્થ રેસ એક્રોસ અમેરિકાએટલે કે રામ માટે પણ કવોલફાઈ થયો છે. આ પહેલા પણ પાર્થ બીઆર ૧૦૦૦કિમી રેસમાં પણ સફળ થવાથી પેરીસ ખાતેની બ્રિવેટમાં પણ કવોલીફીકેશન મેળવ્યું હતું.
ગુજરાતના ગૌરવસમા દ્વારકાના આ રઘુવંશી યુવાનને તેમની સિદ્ધિ બદલ દ્વારકાનાઅગ્રણીઓએ આગામી સમયમાં વિશ્વસ્તરે ઝળકવાના આશાવાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા.