બીએપીએસ સત્સંગમાં મહિલાઓના યોગદાનમાટે તેમને બિરદાવવામાં આવ્યા

વિરાટમહિલા સંમેલનમાં સૌરાષ્ટ્રભરની મહિલાઓને આનંદીબેન પટેલે સંબોધ્યા

પ્રમુખ સ્વામી મહારાજના૯૮માં જન્મજયંતિની ઉજવણીમાં સમગ્ર વિશ્વમાંથી સત્સંગી ભાઈઓ બહેનો છેલ્લા કેટલાય સમયથીઅવિરત સેવા યજ્ઞમાં જોડાયા છે. આજે પ્રમુખ સ્વામી મહારાજનો તારીખ પ્રમાણે જન્મદિવસ છે. જો કે હિન્દુ શાસ્ત્રોમાં તિથી પ્રમાણે જ જન્મદિવસ ઉજવીએછીએ પરંતુ આજના આ પાવન દિવસે પણ સત્સંગી બાળકો દ્વારા ‘સંત પરમહિતકારી’ની એક ખાસ નૃત્ય નાટીકા તૈયાર કરવામાં આવી છે. જેને આજના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રસ્તુતકરવામાં આવશે

બીજાના ભલામાં આપણુજ ભલુ છે. આ જીવનસૂત્ર સાથે લાખો લોકોને હુંફ આપનાર એક વિરલ સંતવિભૂતિ સ્વામિનારાયણનીગુણાતીત ગુરૂપરંપરાના પાંચમા ગૂરૂપ્રમુખ સ્વામી મહારાજે તેમની વાત્સ્લય વર્ષામાંબાળકો, યુવાનો કે વૃધ્ધો, ભણેલા કે અભણ,દેશ કે વિદેશના સૌ કોઈને ધન્ય કર્યા હતા. બીએપીએસસ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિના સુત્રધાર પ્રમુખ સ્વામી મહારાજેકઠીન પુરૂષાર્થથી એક વિરાટ ચારીત્યવાન સમાજ ખડો કર્યો છે.

3 10

સત્તરહજારથી વધુ ગામડાઓમાં વિચરણ કરી અઢી લાખથી વધુ ઘરોમાં પોતાના પાવન પગલા પાડયા છે.સાત લાખથી વધુ પત્રોનું લેખન અને કરોડોની વ્યકિતગત મુલાકાત દ્વારા આસંત વિભૂતિએ અસંખ્ય લોકોના જીવન ઉત્કર્ષ કર્યા છે.

અક્ષણધામ જેવાજગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત વિશ્વભરમાં ૧૨ હજારથી વધુ મંદિરનું સર્જન કરીને પ્રમુખસ્વામી મહારાજે ચિરંતન સ્મારકોની સ્થાપના કરી છે. વિશ્વવંદનીયપ્રમુખ સ્વામી મહારાજનો આજે તારીખ પ્રમાણે જન્મદિવસ હોઈ સ્વામિનારાયણનગમાં તેની ભવ્યઉજવણી કરવામાં આવશે.

વિશ્વસંદનીય પ્રમુખસ્વામી મહારાજના જન્મદિવસે આજે સત્સંગી અને બાળકો દ્વારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમરજૂ કરવામાં આવશે ‘સત પરમ હિતકારી’ નામની આ નૃત્ય નાટીકામાં સંત અને સંસારી વચ્ચેનાસંબંધો તેમજ સંત કેવી રીતે તેના વ્હાલા સતસંગીને હિતકારી નિવડે છે. અને ડગલે ને પગલે કેવી રીતે રક્ષા કરે છે.તેનું આજે નૃત્યનાટીકા દ્વારા ખાસ મંચન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણનગરમાંગઈકાલે વિરાટ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સમગ્ર સૌરાષ્ટ્રની મહિલાઓએકત્ર થઈ હતી. અને આ પાવન પ્રસંગે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજયપાલઆનંદીબહેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સૌરાષ્ટ્રભરનાંમહિલા મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ૧૫ હજારથીવધારે મહિલાઓને આનંદીબહેન પટેલે સંબોધન કરી સ્ત્રીસશકિતકરણની વાતો કરી હતી.તો બીજી તરફ મહિલા સત્સંગીઓ દ્વારા બીએપીએસમાં મહિલાઓનાં વિશેષ યોગદાનવિષે પણ માહિતી આપવામાં આવી હતી. આપ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોપણ યોજાયા અને જેમાં ‘કરૂણા અપરંપાર’ નામનું ડ્રામાએ સૌનુ મન મોહી લીધું હતુ.

વિરાટ મહિલા સંમેલનમાંમુખ્ય મહેમાન તરીકે મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ, રાજકોટમહિલા મોરચા અધિકારી અંજલીબેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ મેયર બીનાબેન આચાર્ય,જૂનાગઢ મેયર આધશકિતબેન મજમુદાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાઈસ ચાન્સેલર નીલાંબરીબેન દવે, મહિલા પૂર્વ મંત્રી જસુબેન કોરાટ,પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કોંગ્રેસ પ્રમુખકોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહેમાનોનું હારતોરા અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. અને જન્મજયંતી મહોત્સવની યાદગીરી રૂપે સ્મૃતિ ભેટ પણ આપવામાંઆવી હતી.

12

આનંદીબેન પટેલે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતુ કે પ્રમુખ સ્વામીનો ૯૮માં જન્મજયંતીમહોત્સવ મહંતસ્વામી મહારાજની પ્રેરણા દ્વારા ઉજવાઈ રહ્યો છે. સ્વાનુભવ વર્ણવતા આનંદીબેને કહ્યું કે સૌ પ્રથમવાર તેમણે સારંગપુરમાં ઈશ્વરનાદર્શન કરતા હોય તેમ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા. પ્રમુખસ્વામી મહારાજે સારંગપુરમાં પહેરેલી પ્રસાદીનો મોતીનો હાર તેમને પહેરાવવામાં આવ્યોતે સ્મૃતિ કયારેય નહીં ભુલાય. પ્રમુખ સ્વામી મહારાજ પરના યુવાક્રાંતીના વિરલ સર્જક અને જેને ગુણે રીઝયા ગિરધારી પુસ્તકોના અભ્યાસ પરથી એવું લાગેછે. કે દરેકના ઘરે આ પુસ્તકો હોવા જોઈએ.

આ ઉપરાંત અંજલીબેનરૂપાણીએ પણ કહ્યું કે મહંત સ્વામી મહારાજે સ્વામિનારાયણનગરનુંઉદઘાટન કર્યું કે જાણે રાજકોટના પ્રત્યેક રસ્તા સ્વામિનારાયણ નગર તરફ આવતા હોય તેમલાગે છે. આખુ રાજકોટ જાણે હિલોળે ચડયું હોય એમ લાગે છે.

તેમણેકહ્યુંકે ભગવાન સ્વામિનારાયણથી લઈને પ્રમુખ સ્વામી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજપણ મહિલાઓની સલામતી અને ઉત્કર્ષ કાર્યો કરતા આવ્યા છે. સંમેલનનાઅંતમાં ૨૦૦ જેટલી યુવતીઓ દ્વારા જન્મજયંતી થીમ શો નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતુ.

DSC 2633

આજના પાવન દિવસે વહેલીસવારે પ્રાંત: પૂજન બાદ સ્કુલના બાળકોને સ્વામિનારાયણનગરના દર્શન કરાવવામાં આવશે અને સાંજે૭.૩૦ પછી સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરવામાંઆવશે. આવતીકાલે બ્રહ્મવિહારી સ્વામી દ્વારા સંત પ્રવચનનું આયોજનકરવામાં આવ્યું છે. આ સાથે સહાયકનો સન્માન સમારોહ પણ યોજાશે.

૪૦૦ દર્દીઓનાં નિ:શુલ્ક ઓપરેશનનો સેવાયજ્ઞ

આજે સ્વામિનારાયણનગરમાંપ્રમુખ સ્વામી મહારાજનો તારીખ લેખે જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. આ દિવસે ૪૦૦ જેટલા દર્દીઓનાં નિ:શુલ્ક ઓપરેશનનો સેવાયજ્ઞપણ શરૂ થઈ રહ્યો છે. જેમાં વિવિધ દર્દોનાં નિષ્ણાંત ૭૦ ડોકટરો દ્વારા આ દર્દીઓનું ઓપરેશન કરવામાંઆવશે. આજે સવારથી જ

સ્વામિનારાયણનગરમાં દર્દીઓ રજીસ્ટ્રેશન માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ દર્દીની નિષ્ણાંત ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ ડોકટરોની સૂચના પ્રમાણે તે દર્દીનું ઓપરેશન પણ નિ:શુલ્ક કરવામાં આવશે.

સ્કુલના બાળકોનો સ્વામિનારાયણ નગરનો પ્રવાસ

સૌરાષ્ટ્રભરની સ્કુલના બાળકો દ્વારા સ્વામિનારાયણનગરના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સ્કુલો દ્વારા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. અને શેડયુલ પ્રમાણે સ્કુલોના બાળકો સ્વામિનારાયણનગરની મુલાકાત લઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર તેમજ રાજકોટની જાણીતી સ્કુલના વિદ્યાર્થીઓ આ

નગરનાં દર્શન કરી આનંદ માણી રહ્યા છે. સ્કુલના બાળકો માટે સવારના સાડાસાતથી જ ડોમ ખોલી દેવામાં આવે છે. જયારે જાહેર જનતા માટે બપોરે ૨ વાગ્યે બધા ડોમ ખૂલ્લા મૂકાઈ રહ્યા છે.રજિસ્ટ્રેશન પ્રમાણે સ્કુલના બાળકોને તારીખ અને સમય આપવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ગઈકાલે દસથી પંદર હજાર વિદ્યાર્થીઓને સ્વામિનારાયણનગરનાદર્શન કર્યા હતા. આજે પણ આખા દિવસ દરમિયાન સ્કુલના બાળકો સ્વામિનારાયણનગરનાપ્રવાસનો આનંદ માણશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.