ઈનલેન્ડ ક્ધટેઈનર ડેપોથી આયાત-નિકાસકારોની ઘણી સમસ્યાઓ હળવી બનશે
રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના એકમાત્ર આઈસીડીની શ‚આત કરવા બાબત ઉદભવેલ અડચણ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની યાદી મુજબ ભારત સરકારના રેલ મંત્રાલય હસ્તકના કોનકોર દ્વારા ગત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમીટ-૨૦૧૭ દરમ્યાન ગુજરાત રાજય સાથે આઈસીડીની ફાળવણી બાબત (એમઓયુ) કરાર થયેલ. સદર કરાર મુજબ રાજકોટ ખાતે આઈસીડીની સ્થાપના અર્થે જામનગર રોડ, ખંઢેરી સ્ટેડિયમ પાસે, પરાપીપળીયા મુકામે રૂ.૧૦૦ કરોડનો કરાર થયેલ. આ કરાર અન્વયે રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા તાજેતરમાં કોનકોરને ૧.૨૫ લાખ ચો.મી. જમીન ફાળવેલ છે અને તેની કિંમત પેટે રૂ.૩૮૫ કરોડ જમા કરાવવાની જાણ કરેલ છે. આટલી મોટી રકમ સમગ્ર આયાતકારો-નિકાસકારોના હિત અને સગવડતાને ધ્યાને લેતા સમગ્ર આયોજનના મુળ હેતુને અનુરૂપ ન હોવાનું જણાતા કોનકોર દ્વારા રાજકોટ જીલ્લા કલેકટરને જમીનની કિંમત અંગે ફેર વિચારણા કરવા રજુઆત કરેલ છે અને વિશેષમાં આંધ્રપ્રદેશ સરકાર દ્વારા તેમને ૬૦ વર્ષના ભાડાપેટે રૂ.૧૦૦૦ પ્રતિ એકર મુજબ જમીન ફાળવેલ છે અને આ પ્રક્રિયા મુજબ રાજકોટ ખાતે જમીન ફાળવવા ફેર વિચારણા કરવા રજુઆત કરેલ છે. રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા જણાવ્યા મુજબ જમીનની કિંમત ડિસ્ટ્રીક લેવલ પ્રાઈસીંગ કમિટી દ્વારા નકકી કરવામાં આવેલ છે અને કોનકોરની રજુઆત તેમને યોગ્ય નિર્ણય અર્થે મોકલવામાં આવશે. રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા વર્તમાન સમયમાં સૌરાષ્ટ્રના તમામ સ્થળોએથી મુંદ્રા-કંડલા પોર્ટ મારફત થવા પાત્ર નિકાસ માટેના જરૂરી ક્ધટેઈનર રોડ મારફત મોકલવામાં આવે છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજય સરકારને ફિસીબીલીટી રીપોર્ટ રજુ કરેલ છે જે મુજબ દરરોજ અંદાજે ૪૦૦૦ જેટલા ક્ધટેઈનરો નિકાસ થાય છે તેમજ ૧૫૦૦ જેટલા ક્ધટેઈનરોની આયાત થાય છે. રાજકોટને ફાળવવામાં આવેલ આઈસીડીને કારણે આયાતકારો અને નિકાસકારોની ઘણી સમસ્યાઓ અને મુસીબતો હળવી બનશે. જો સરકાર દ્વારા વ્યાજબી કિંમતે જમીન ફાળવવામાં નહીં આવે તો તમામ આયાત અને નિકાસકારોએ હેન્ડલીંગ ચાર્જ પેટે ખુબ જ મોટી કિંમત ચુકવવી પડશે. રાજકોટ ચેમ્બર દ્વારા રાજકોટ જીલ્લા કલેકટરને આઈસીડી માટે જમીનની કિંમત સબબ યોગ્ય અને વ્યાજબી ફેર-વિચારણા કરવા ભારપૂર્વક રજુઆત કરવામાં આવેલ છે.