હવે મહત્વના કેસોમાં સાક્ષીઓને સુરક્ષા પ્રાપ્ત થશે; સુપ્રીમે કોર્ટે કેન્દ્રનાં ખરડાને સુધારા સાથે આપી મંજૂરી
દેશની વિવિધ કોર્ટોમાંચાલતા કેસોના સાક્ષીઓને ધાકધમકી આપીને ખોટુ જુબાની આપવા માટે દબાણ ઉભુ કર્યું હોવાની ફરિયાદો હવે સામાન્ય થઈ ગઈ છે. ન્યાયના હિતમાં સાક્ષીઓની સાચી જુબાની ખૂબજ મહત્વની હોય કેન્દ્ર સરકારે તાજેતરમાં સાક્ષીઓને સુરક્ષા આપવા એક ખરડો બનાવ્યો હતો. આ ખરડાનેગઈકાલે સુપ્રિમ કોર્ટે બહાલી આપી છે. સાથે આ ખરડો સંસદમાં પસાર થઈ કાયદો બને ત્યાં સુધી દરેક રાજયોને તેનો અમલમાં મૂકવા જણાવ્યું છે જસ્ટીસ એ.કે.સીક્રીની અધ્યક્ષતા હેઠળની બેંચે કેન્દ્ર સરકારના ખરડામાં ફેરફાર સુચવીને આખરી બહાલી આપી છે.
દેશના બહુચર્ચિત આસારામબાપુને સંડોવતા બળાત્કારના કેસમાં સાક્ષીઓને રક્ષણ આપવાના મુદે સુપ્રિમ કોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન સાક્ષીઓને રક્ષણ આપવા કેન્દ્ર સરકાર પર દબાણ આવ્યું હતુ જેથી, કેન્દ્ર સરકારે આ અગે ખરડો બનાવ્યો હતો.
૧૯ નવેમ્બરના રોજ સુનાવણી દરમ્યાન એર્ટની જનરલ કે.કે.વેણુગોપાલે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું હતુ કે સરકારે આ મુદે ખરડો બનાવ્યો છે. અને યોગ્ય સમયે તેનો સંસદમાં પસાર કરાવીને કાયદો બનાવશે. પરંતુ ત્યાં સુધી આ ખરડાની પ્રસ્તાવિત જોગવાઈઓનો તમામ રાજયોમાં અમલ શ‚ કરવા આદેશ આપવા રજૂઆત કરી હતી.
એડવોકેટ ગૌરવ અગ્રવાલ કે જેઓ આ મુદે અદાલત મિત્ર તરીકે સુપ્રિમ કોર્ટની મદદ કરી રહ્યા છે. તેમને સુપ્રિમને જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારે તમામ રાજયો સાથે ચર્ચા કર્યા પછી સાક્ષી સંરક્ષણ યોજનાનો ખરડો બનાવ્યો હતો. જે લીગલ સર્વીસીસ ઓથોરીટી અને બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરીને બનાવવામાં આવેલા આ ખરડામાં ધમકીની ધારણાના આધારે સાક્ષીઓની ત્રણ શ્રેણીઓ રાખવામાં આવી છે. આ વર્ષે એપ્રીલમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટન જાણ કરી હતી. કે તેમણે સાક્ષી સંરક્ષણ યોજનાનો ખરડો તૈયાર કર્યો છે. અને અભિપ્રાયો માટે રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશોને મોકલવામાં આવેલા છે.
જેથી, સુપ્રીમ કાષર્ટે આ યોજના અંગે રાજય અને કેન્દ્ર શાસીત પ્રદેશોના અભિપ્રાયો બાદ જ અંતિમ સ્વ‚પ આપવા જણાવ્યું હતુ. સાક્ષી સંરક્ષણ યોજના સાક્ષીઓનાં રક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરે પહેલો પ્રયાસ છે. જે આરોપીઓની ધાકધમકીઓનો ભોગ બનેલા સાક્ષીઓને સંરક્ષણ આપશે સાક્ષી સુરક્ષા યોજના ૨૦૧૮ના ખરડા મુજબ સાક્ષીઓ ન્યાય તંત્ર માટે આંખ અને કાન છે.
જે ગુન્હાના ગુન્હેગારોને ન્યાય તરફ લઈ જવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ યોજના સાક્ષીઓને યોગ્ય અને પૂરતી સુરક્ષા મળે તેની ખાતરી કરવા માટે પ્રયત્ન કરશે દેશમાં ફોજદારી ન્યાય વ્યવસ્થાને મજબૂત કરવા માટે લાંબા સમય સુધી કાર્યરત રહેશે જેથી રાષ્ટ્રીય સુરક્ષા પરિભાષામાં વધારો થશે.
આ યોજનામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે તપાસ અને ટ્રાયલ દરમ્યાન સાક્ષીઓ અને આરોપીઓ પર નજર રાખવામાં આવશે અને સાક્ષીઓની સલામતી માટે પૂરતા પગલા લેવામાં આવશે. ગયા વર્ષે માર્ચમાં સુપ્રિમ કોર્ટે હરિયાણા અને ઉતરપ્રદેશમાં સાક્ષી સુરક્ષા યોજના અમલીકરણની સ્થિતિ અંગે પૂછપરછ કરી હતી ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯૫ એ હેઠળ સાક્ષીઓને સુરક્ષા આપવામાં આવશે. અમેરિકા, ઈગ્લેન્ડ, ચીન, ઈટાલી, કેનેડા, હોંગકોંગ અને આર્યલેન્ડ જેવા દેશોમાં સાક્ષી સુરક્ષા યોજના કાર્યરત છે.