પ્રિયંકા ચોપડા અને નિક જોનસે પહેલી તથા બીજી ડિસેમ્બરના રોજ ક્રમશઃ ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. જોધપુરમાં બે રીત રીવાજથી લગ્ન કર્યા બાદ મંગળવારે પહેલુ રિસેપ્શન દિલ્હીમાં આપ્યુ.
આ રિસેપ્શનમાં નિક અને પ્રિયંકાના દોસ્તોને આમંત્રણ આપવામાં આવ્યુ.
યંકા તથા નિકના પરિવારના સભ્યો સિવાય પીએમ મોદી આ રિસેપ્શનમાં સેન્ટર ઓફ એટ્રેક્શન રહ્યાં હતાં. તેમણે કપલને ગુલાબનું ફૂલ ગિફ્ટમાં આપ્યું હતું. તેઓ કપલ સાથે હસી મજાક કરતા જોવા મળ્યાં હતાં.
રિસેપ્શનમાં પ્રિયંકા તથા નિક રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં હતાં. પ્રિયંકાના આ અંદાજમાં નિક ખોવાઈ ગયો હતો.