રોયલ પાર્ક ઉપાશ્રયમાં લુક એન લર્ન રાજકોટના છઠ્ઠા સેન્ટરનું ઉદ્ઘાટન: રજોહરણના દિવ્ય દર્શનથી ધન્ય બન્યો મહોત્સવનો ચતુર્થ દિવસ
દીક્ષાના કલ્યાણ દાન અર્પણ કરીને અનેક અનેક આત્માઓને ભવસાગર તરાવી રહેલાં દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે મહોત્સવના એક પછી એક યાદગાર અવસરની સો આજના ચર્તુ દિવસે વહેલી સવારે શોભાયાત્રાની શૃંખલામાં દિક્ષા મહોત્સવની ચર્તુ શોભાયાત્રા હિતેનભાઈ મહેતાના નિવાસસની પ્રારંભ ઈને હરેશભાઈ ગોડાના નિવાસસન અને રોયલપાર્ક ઉપાશ્રયી પસાર તાં ચંદ્રકાંતભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશી, પ્રવીણભાઈ કોઠારીએ સ્વાગત કર્યાબાદદશે દિશાને ગુંજવતી ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં વિરામ પામી હતી.
પૂજ્ય ગુરુભગવંતોના સ્વાગત વધામણાં બાદ પૂજનીય અને પરમ વંદનીય એવા દિવંગત આદ્ય ગુરુવર્યોની જયકારના ગુંજન બાદ સંસાર ત્યજીને જઈ રહેલાં મુમુક્ષુ બહેનોનું ગુજરાતી, મહારાષ્ટ્રિયન, પંજાબી, બંગાલી, તેલુગુ, હિંદી, મલયાલમ અને ઈંગ્લીશ આદિ આઠ આઠ પ્રાંતીય પરિવેશ અને પ્રાંતિય ભાષામાં ગુણગાન કરતાં કરતાં અત્યંત બહુમાન પૂર્વક સ્વાગત કરવામાં આવતાસમગ્ર સમુદાય મંત્રમુગ્ધ બની ગયો હતો.
આ અવસરે વિશેષ રૂપે મુમુક્ષુઓના ત્યાગ ધર્મની અનુમોદના કરવા તેમજ સંયમ ધર્મની જયજયકાર કરવા અયોધ્યાપૂરમ ગુરૂકુળના બાળકો પધાર્યાં હતાં. સંયમ ધર્મને વંદના અને અભિવંદના કરતાં આ ગુરૂકુળના અનેક અનેક બાળકોએ વિવિધ પ્રકારના સુંદર નૃત્ય ગાનની
અદ્દભૂત પ્રસ્તુતિ કરીને ઉપસ્તિ વિશાળ સમુદાયને તન મની ડોલાવી દીધાં હતાં. અયોધ્યાપૂરમના આ સુંદર કાર્યક્રમનું સુંદર સંચાલન જયંતભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.
રજોહરણ પ્રત્યે અંતરનો અહોભાવ અર્પણ કરતાં દીર્ક્ષાી બહેનોના સ્નેહી સ્વજનોએ રજોહરણની પ્રદક્ષિણા વંદના અર્પણ કરીને ન માત્ર ઉપસ્તિ ભાવિકોને પરંતુ સંત-સતીજીઓને પણ ધન્યતાની અનુભૂતિ કરાવી હતી. એની સો જ સમગ્ર સમુદાયે પણ અહોભાવપૂર્વક શ્રદ્ધા ભક્તિ ભાવ સો રજોહરણના વધામણાં કરતાં આ દ્રશ્યને નિહાળીને અનેકોની આંખના ખૂણા પૂજ્યતાના ભાવ સો ભીના યાં હતાં.
નવસર્જિત રોયલપાર્ક લુક એન લર્નમાં એડમીશન લેનારા લુક એન લર્નના નાના નાના બાળકો દ્વારા આ અવસરે સુંદર વક્તવ્ય, સુંદર નૃત્ય-ગાન અને વિવિધ પ્રકારના આત્મ ભાવોની વેશભૂષાની અદ્દભૂત પ્રસ્તુતિ સો લુક એન લર્નના પ્રતિક ધરીને દીર્ક્ષાીઓને આવકારવામાં આવ્યાં હતાં અને એ સો જ, રાજકોટ લુક એન લર્નમાં જ અભ્યાસ કરીને સંસ્કારિત એલાં મુમુક્ષુ આરાધનાબેન અને મુમુક્ષુ ઉપાસનાબેનના હસ્તે લુક એન લર્ન રોયલપાર્કનું ઉદઘાટન કરવામાં આવતાં રાજકોટવાસીઓ માટે ઓર એક માંગલ્યના મંડાણ યાં હતાં.
આ અવસરે અત્યંત મધુર અને પ્રભાવક શૈલીમાં સંયમ ધર્મનું માહાત્મ્ય સમજાવતાં રાષ્ટ્રસંત પૂજ્યએ કહ્યું કે, મુમુક્ષુ આત્માઓને જોઈ જોઈને મુમુક્ષુનાં સન પર સ્વયંની કલ્પના કરીને ભાવદીક્ષાના બીજનું વાવેતર કરવા માટે હોય છે દીક્ષા મહોત્સવ. મુમુક્ષુઓ તરી ગયાં અને અમે રહી ગયાં એવો ભાવ માત્ર સ્વયંના તરવાના બીજને વાવી દેતો હોય છે. કેમ કે આજની ભાવના આવતીકાલની સંભાવના બની જતી હોય છે.