કિસાન સંઘની કલેકટરને રજૂઆત
૪૦ દિવસ વિતવા છતા ખેડુતો અછત સહાયથી વંચિત; ટેકાના ભાવે મગફળી ખરીદીના પૈસા, પાકવિમો આપવા, આગામી વર્ષે પાણીની સમસ્યા ન સર્જાય તે માટે ચેકડેમોની મરામત-નવા બનાવવા રજૂઆત; સંઘના હોદેદારો ‘અબતક’ના આંગણે
કિસાન સંઘની દરેક ગામને ચેકડેમ અંતર્ગત અપીલ
ચેકડેમ માટે દરેક ખેડુત તેમજ ખેડુતની સંસ્થાઓએ તમારા ગામની અંદર ચેકડેમની નીચે મુજબની માહિતી તાત્કાલીક ભેગી કરી.
તૂટેલા ચેકડેમની યાદી
રીપેરીંગ કરવા પડે તેવા ડેમોની યાદી
ઉંડા થઈ શકે તેવા તળાવોની યાદી
નવા ચેકડેમ બને તેવી જગ્યાની યાદી
સરકારે ચાલુ વર્ષે દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં લઈને દુષ્કાળગ્રસ્ત તાલુકાઓની જાહેરાત કરેલ હતી કે ૪૦ દિવસની અંદર સહાય કરવામાં આવશે.
તે બાબતે ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓએ કલેકટર ને તાજેતરમાં રજૂઆત કરી છે. જેમાં સરકારે કહ્યું હતુ કે મગફળીના ટેકાના ભાવની ખરીદીના પીયા ચાર દિવસમાં આપી દઈશું તો આજે ૨૦ દિવસ બાદ પણ ખેડુતોને રૂપીયા મળતા નથી.
અછતમાં સરકારે કહ્યું હતુ કે ૪૦ દિવસ પછી અછતની દરેક સહાય ખેડુતોને મળશે આજે તેને પણ ૪૦ દિવસ પૂર્ણ થઈ ગયા હજુ ખેડુતોને મળેલ નથી., દુષ્કાળગ્રસ્ત તાલુકાને તાત્કાલીક ઘાસચારાનું વિતરણ કરવા, પાકવીમો તાત્કાલીક આપવા, આ વર્ષે પાણી સમસ્યા ન થાય તે માટે આગોત આયોજન કરવા ટેકાના ભાવની મગફળી રજીસ્ટ્રેશન માટેનો ટાઈમ હજુ ૧૫ દિવસ વધારવા ખેડુત આત્મહત્યા કરી રહ્યા છે. તે બાબતને ધ્યાનમાં લઈને ખેડુતોની લેણા માફી કરવી અને આવતા વર્ષે પાણીની ઘટ ન થાય તે માટે ચેકડેમોઉંડા કરવા નવા ચેકડેમ બાંધવા તેમજ તૂટેલા ચેકડેમ રિપેરીંગ કરવા જેવામુદે લેખીત રજૂઆત કરવામાં આવી છે.
ઉપરોકત મુદાઓ કલેકટરને રજૂ કરતા કહેલ કે આમાંના ઘણા મુદાઓ નીતિ આયોગના હોવાથી સરકાર દ્વારા જ સોલ્વ થઈ શકે. તે માટે મારા તરફથી ઘટતુ થાય તે માટે સરકારને રજૂઆત કરીશ અને મારા અન્ડરના આવતા કામોને હું તાત્કાલીક અમલ કરવાનો પ્રયત્ન કરશું.
કલેકટરનું કહેવું છે કે ભારતીય કિસાન સંઘ જયાં પણ ચેકડેમ બને એમ હોઈ ઉંડા ઉતારવાના હોઈ, રિપેરિંગ થઈ શકે એમ હોઈ કે નવા બને એમ હોઈ તેની યોગ્ય માહિતી આપે જેથી શકય હોઈ એટલી ઝડપથી કામગીરી કરવાનો પ્રયત્ન કરશું
યાદી બનાવ્યાબાદ કિસાન સંઘના પ્રમુખ અથવા મંત્રી નો કોન્ટેકટ કરવો મો. ૯૮૨૫૦૫૯૧૬૦/ ૯૮૨૪૮૪૯૧ પરથી તાલુકાના પ્રમુખના નામ અને નંબર મેળવી લેવા
કિસાનોના વિવિધ પ્રશ્નો તાકીદે ઉકેલાય તે માટે સંઘના પ્રમુખ દિલીપભાઈ સંખીયા, મંત્રી ઘનશ્યામભાઈ કોટડીયા, ભરતભાઈ પીપળીયા,ઠાકરશીભાઈ પીપળીયા મનોજભાઈ ડોબરીયા જીતુભાઈ સંતોકી રમેશભાઈ હાપલીયા, ભુપતભાઈ પટેલ, કિશોરભાઈ સગપરીયા, પ્રશાંત સિંઘવ વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.