છ હોદ્દેદારો અને ૧૦ કારોબારી સભ્ય માટે ચૂંટણી યોજાશે: ૧૩ ડિસેમ્બરથી બે દિ’ ઉમેદવારી ફોર્મ ભરાશે: ૧૫ થી ૧૭ ફોર્મ પરત ખેંચાશે
રાજકોટ બાર એસોસીએશનની વર્ષ ૨૦૧૯ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રમુખ સહિત છ હોદેદારો અને મહિલા સહિત ૧૦ કારોબારી સભ્યોની ચૂંટણી તા.૨૧.૧૨.૧૮ના રોજ યોજાશે તેમ બારની મળેલીબેઠકમાં ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું હતુ.
વધુ વિગત મુજબ બાર એસો.ની ગત તા.૪ ડિસે.ને મંગળવારના રોજ ચાલુ ટર્મની અંતિમ કારોબારી બેઠકમાં ‘વન બાર વન વોટ’ મુજબ ચૂંટણી યોજાશે જે અંગેની મતદાર યાદી એપુલ માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને મોકલવામાં આવી છે. જે યાદી તા.૧૦ ડિસે. રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.
કારોબારી બેઠકમાં ચૂંટણી અધિકારી તરીકે મહર્ષિભાઈ પંડયાની નિમણુંક કરવામા આવી છે. તેમણે બાર એસો.ની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
બાર એસો.ના હોદેદારોમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર અને લાયબ્રેરી સેક્રેટરી અને નવ કારોબારી સભ્ય અને મહિલા અનામત કારોબારી સભ્ય સહિત ૧૦ સહિત ૧૬ જગ્યા માટે ચૂંટણી યોજાશે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તા.૧૦ ડિસે.ના રોજ મતદાર યાદી પ્રસિધ્ધ થશે.ઉમદેવારી ફોર્મ તા.૧૩ ડિસે. થી ૧૪ ડિસે.ના બપોરના અઢી કલાક સુધી ઉમેદવારોની યાદી તા.૧૪ ડિસે.ને સાંજે ૫.૩૦ કલાકે, ઉમેદવારી પત્રક પરત ખેંચવાની તા.૧૫ ડિસે.થી તા.૧૭ ડિસે. બપોરનાં ૨.૩૦ કલાક, ઉમેદવારોની યાદી તા.૧૭ ડિસે.ના રોજ સાંજના પાંચ કાકે જાહેર થશે અને તા.૨૧ ડિસે.ના રોજ સીવીલ કોર્ટબિલ્ડીંગ ખાતે સવારે ૯ થી બપોરના ૩ કલાક દરમિયાન મતદાન યોજાશે. અને સાંજે મતગણતરી હાથ ધરવામાં આવશે.તેમ ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
કાલે મહિલા ધારાશાસ્ત્રીની બેઠક
વર્ષ ૨૦૧૯ની ચૂંટણીના અનુસંધાને તમામ મહિલા ધારાશાસ્ત્રીઓની તા.૬ને ગૂરૂવારે બેઠક યોજાશે જેમાં તમામ મહિલા ધારાશાસ્ત્રીઓએ બાર એસો.ન જનરલ બોર્ડના કારોબારી સભ્યોમાં મહિલા અનામતની સીટ માટે પોતાના મંતવ્યો રજૂ કરવાના હોય, અને મહિલા ધારાશાસ્ત્રીના નામનું સુચન કરવાનું સર્વેને હાજર રહેવા લતાબેન જોષીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વન બાર વન વોટ મુજબ મતદારયાદીમાં ૧૦ ડિસેમ્બરે પ્રસિઘ્ધ થશે
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા વન બાર વન વોટ મુજબની યાદી સને ૨૦૧૮ ફેબ્રુઆરીમાં થયેલી છે તે વખતે આપવામાં આવેલી બાદ રાજકોટ બાર એસોસીએશન દ્વારા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને વન બાર વન વોટના ફોર્મ કે લીસ્ટ મોકલવામાં આવેલ નથી કારણકે બારની વર્તમાન બોડીના હોદેદારો પાસેથી જે તે સભ્યે ફોર્મમાં સહી કરીને તે ફોર્મ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનને મોકલાવેલ છે. તે અંગે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન બાર એસોસીએશન દ્વારા ચુંટણી અધિકારીઓના નામ સાથે વન બાર વન વોટ મુજબની મતદાર યાદી મોકલવા જાણ કરી છે પરંતુ મતદાર યાદી ન મોકલતા બેઠકમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં બાર એસોસીએશનના સભ્યો દ્વારા મોકલવામાં આવેલી. ફોર્મની ઝેરોક્ષ જે તે સભ્ય આપવા માગતા હોય તે આ ઠરાવ તા.૫ થી તા.૭/૧૨/૨૦૧૮ સુધીમાં આપી જવા ત્યારબાદ આવેલા ફોર્મને ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેવી ચુંટણી અધિકારી દ્વારા ઠરાવવામાં આવ્યું છે.