બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા હિના ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે વિશ્ર્વ દિવ્યાંગ દિવસની પર્વ સંઘ્યાએ દિવ્યાંગ વ્યકિતઓ માટે પ્રખ્યાત કુમાર દેવ જાદુગરનો નિ:શુલ્ક કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન ચોવટીયાએ તથા પ્રફુલભાઇ દાવડાએ કર્યુ હતું. બોલબાલા સંસ્થા વતી ટ્રસ્ટી જયેશ ઉપાઘ્યાયે જણાવેલ કે ભારતભરમાં સૌ પ્રથમવાર વિકલાંગ બાળકો પણ સમાજની સાથે તાલ મીલાવી લધુતાગ્રંથીઓમાંથી બહાર આવે તે માટે એનરોડ મોબાઇલ તાલીમ વર્ગ તથા રાઇફલ શુટીંગ ના તાલીમ વર્ગનું આયોજન વિચારણ હેઠળ છે.
આ કાર્યક્રમમાં હિના ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી હિનાબેન ને તેઓની આ પ્રવૃતિ બિરદાવી તેઓને શાલ ઓઢાડી શ્રી યંત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ મહેમાન તરીકે જે.વી. શાહ, જયેશભાઇ, પરસોતમભાઇ પાડલીયા, પીપળીયાભાઇ અગ્રગણી ઉઘોગપતિ વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા. દિગ્યાંગ દિનની ઉજવણી ના ભાગરુપે બોલબાલા સંસ્થામાં કાર્યરત એવા દિવ્યાંગ વિજયભાઇ બારડ, તથા જયેશ ભટ્ટને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સાથે બોલબાલા સંસ્થા વતી હિના ફાઉન્ડેશનમાં હાજર વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ ઉપરાંત રાઇફલ શુટીંગ ની તાલીમ મેળવવા માંગતા દિવ્યાંગો બોલબાલા ટ્રસ્ટ ૩, મીલપરા મેઇન રોડ રુબરુ મુલાકાત લેવા જણાવાયું છે.