કાશ્મીરમાં તાપમાનનો પારો ઘટતા કેટલાક સ્થળોએ તેમજ લેહ-લદાખની પહાડીઓમાં બરફ વર્ષા અને ઠંડીના પ્રમાણ વધવાને કારણે તાપમાન માઈન્સ ૩.૨ ડિગ્રી સેલ્સીયસે પહોંચતા થ્રીજાવનારી ટાઢ પડવા લાગી છે. જેની અસરો ગુજરાત સહિતના પ્રદેશોમાં પણ જોવા મળી રહી છે. હવામાન ખાતાની માહિતી મુજબ આજથી એટલે કે, તા.૫ થી ૯ દરમિયાન વાતાવરણ સુકુ તેમજ ચોખ્ખુ રહેવાના અહેવાલો છે. લોકો પણ ઢાકો ઢુંબો સાથે રાખીને રંગબેરંગી ગરમ વસ્ત્રો સાથે નજરે પડે છે.
કાશ્મીર અને લેહ-લદાખના હવામાન વિભાગે કહ્યું હતું કે, કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં આજરોજ હળવી બરફ વર્ષા થવાની શકયતાઓ છે. દક્ષિણ કશ્મીરમાં અમરનાથ યાત્રા દરમિયાન આ શિયાળુ સીઝનમાં માઈન્સ ૫.૫ ડિગ્રી સેલ્સીયસ સાથે તે કાશ્મીરની સૌથી ઠંડો પ્રદેશ હોવાના અહેવાલો હતા ત્યારે ગુજરાતમાં ૧૧.૮ ડિગ્રી સેલ્સીયસ સાથે નલીયા રાજયનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું.
રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૭.૧ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. સરેરાશ પવનની ઝડપ ૬ કિ.મી. પ્રતિ કલાક નોંધાઈ છે તો મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સીયસે પહોંચ્યું છે. હજુ વધુ ઠંડી પડવાની શકયતાઓ છે.