RBI(રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા)એ મોનીટરી પોલીસી કમિટીની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટને 6.5 ટકા રાખવામાં આવ્યો છે. આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2018-19 માટે જીડીપીનું અનુમાન 7.4 ટકા જાહેર કર્યું છે. જોકે એસએલઆરમાં 0.25 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.(સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો)ના નામથી ઓળખવામાં આવે છે, તે અંતર્ગત બેન્કોએ ફિકસ્ડ અમાઉન્ટ આરબીઆઈની પાસે રાખવાની હોય છે. હાલના સમયમાં આ દર 19.5 ટકા છે. તેમાં કાપ મૂકવાને કારણે બેન્કોમાં કેશ વધશે.
જેના કારણે બેન્કોને લોન આપવામાં સરળતા રહેશે. રેપો રેટમાં ઘટાડો ન થવાથી ઔદ્યોગિક જગતને નિરાશા હાથ લાગી છે.ઔદ્યોગિક સંગઠનોને વ્યાજ દરોમાં ઘટાડો થવાની આશા હતી. આરબીઆઈના આ નિર્ણયથી આમ જનતાને કોઈ લાભ થશે નહિ. તેમના ઈએમઆઈ અગાઉ જેવા જ રહેશે.
Repo rate unchanged at 6.5%, Reverse repo rate unchanged at 6.25%, Bank rate at 6.75% pic.twitter.com/0pPbpg0CvM
— ANI (@ANI) December 5, 2018