માત્ર બે ટાઇમ જમવાનું આશ્રય મળે તે ભરણ પોષણ માટે પુરતુ નથી: પરંતુ માનવીને માનવ તરીકેનું મુલ્યાંકન અગત્યનું: ફેમીલી કોર્ટ
શહેરના કાલાવડ રોડ પર ગુંજન વાટીકામાં માવતરના ઘરે રહેતી પરીણીતા અને સગીર પુત્રએ ભરણપોષણ મેળવવા કરેલો દાવો ફેમીલી કોર્ટેએ મંજુર કરી પત્ની અને પુત્રનેમાલીક ‚ા ૩૫ હજાર ચુકવવા હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ મુળ જામનગરના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા જયદીપભાઇ ઠાકર નામના યુવાન સાથે રાજકોટના કાલાવડ રોડ પર ગુંજન વાટીકામાં રહેતી કોમલબેન સાથે લગ્ન થયેલા બાદ પત્ની કોમલબેન સગર્ભા થતા પતિ દ્વારા કોઇ સારસંભાળ રાખેલ નહી અને જીવન જરુરીયાત માટે પૈસા આપતા નહી અને સાસુ-સસરા દ્વારા દહેજ અંગે ત્રાસ આપી અને સગર્ભા અવસ્થામાં પત્નીને પીયરે મોકલી આપેલી ત્યાં પુત્રનો જન્મ થયેલો.
પત્ની અને સગીર પુત્રની કોઇ દરકાર ન કરી અને તેડી ન જતાં પત્નીને સગીર પુત્ર અને પોતાના જીવન નિવારે માટે રાજકોટની ફેમીલી કોર્ટમાં ભરણ પોષણની માંગ કરતી અરજી કરેલી દસ્તવેજી પુરાવા રજુ કરેલા
સામાવાળાની વિસ્તૃત ઉલટ તપાસ કરેલી અને એવી હકીકત સાબતી કરેલી કે અરજદારને પીયરે મોકલ્યા બાદ અને સંતાનનો જન્મ થયા બાદ તેની પત્ની અને સગીર પુત્રના ભરણપોષણની કોઇ વ્યવસ્થા કરેલી નથી. તેથી અગાઉ ની પત્ની સાથે છુટાછેડા લીધેલા છે અને તે માટે ‚ા ૧૦,૫૦,૦૦૦ ચુકવેલ છે.
બન્ને પક્ષોની રજુઆતના અંતે પરીણીતાના એડવોકેટ રજુઆત ઘ્યાને લઇ ફેમીલી કોર્ટમાં ન્યાયધીશે ચુકાદામાં સ્પષ્ટ તારણ આપેલ કે. ગૃહનો અર્થ માત્ર ચાર દિવાલો વચ્ચે જીવતું જીવન નથી પરંતુ ઉષ્મા, સ્નેહ, પ્રેમ, સહાનુભુતી, સહયોગ, સહકાર, ઉમઁગ આપેલા ઉત્સાહ શ્રમ નિષ્ઠા અને કયારેય સકારણ દ્રેષયુકત ગૃહજીવનની ઉપેક્ષા સ્ત્રીને હો છે અને આવા ગુણની કમી કે અભાવને અપમાનીત તથા પીડીત કક્ષામાં રહેવા છતાં એ સ્ત્રી જીવીન જીવી શકે નહી તેવું જણાય તોજ સ્ત્રી પોતાના પતિથી અલગ વસે છે. અને સામાવાળાએ એક પત્ની તરીકેના અધિકારો આપવામાં નિષ્ફળ ગયેલા હોય, જેથી અરજદારને અલગ રહીને ભરણપોષણ મેળવવા કાયદેસરનો અધિકાર છે. તેવા કારણસર અરજદારની અરજી મંજુર કરી તેના પતિને દર માસે અરજદાર અને સગીર પુત્રને અરજી કર્યા તા. ૨૨-૮-૧૫ થી દર માસે ‚ા ૩૫,૦૦૦ ભરણપોષણ પેટે ચુકવવા અને ચડત રકમ એક માસની અંદર ચુકવી આપવા ઉપરાંત અરજી ખર્ચા પેટે વધારાના ‚ા ૧૦,૦૦૦ ચુવવા પતિ વિરુઘ્ધ હુકમ કર્યો છે.
આ કેસમાં અરજદાર પત્ની કોમલબેન જયદીપભાઇ ઠાકર વતી એડવોકેટ દરજજે ગુજરાતના પ્રસિઘ્ધ ધારાાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, દીપલી પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, રાકેશ ભટ્ટ રોકાયેલા હતા.