છેલ્લો કાર્યક્રમ કોમેડી નાટક બહેનોને પેટ પકડીને હસાવશે: કલબમાં જોડાવા ઈચ્છુકો માટે ૧૧મીથી ફોર્મ વિતરણ શરૂ: આગેવાન બહેનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત
રાજકોટ સીટી વુમન્સ કલબ આયોજીત સભ્ય બહેનોએ ૨૦૧૮ના કાર્યક્રમો ખુબ જ આનંદથી માણ્યા. ડિસેમ્બર ૨૦૧૮ના છેલ્લા બે કાર્યક્રમો તા.૧૫/૧૨/૨૦૧૮ના રોજ મ્યુઝીકલ નાઈટ બપોરે ૩:૩૦ કલાકે હેમુગઢવી હોલ ખાતે સુપર સ્ટાર રાજેશ ખન્નાના સુપર હિટ ગીતોનો કાર્યક્રમ કલાસીક કાકા જેના કલાકારો વોઈસ ઓફ કિશોર દેવાંગ દવે સુરત, વોઈસ ઓફ કિશોર આર.ડી.ઠકકર રાજકોટ, વર્સસ્ટાઈ સિંગર આનંદ પલ્લવકર મુંબઈ, મ્યુઝીકલ એરેન્જર મયુર સોની ભુજ, એન્કર મેઘા બારડ રાજકોટ અને વોઈસ ઓફ લતા-આશા પ્રિયંકા મુખર્જી મુંબઈ જેવા કલાકારો પોતાના કંઠેથી ગીતોની રમઝટ બોલાવશે. સ્ટેજ ઉપર નાચો જુમો બહેનોને મજા કરાવશે.
ડિસેમ્બરનો છેલ્લો કાર્યક્રમ કોમેડી નાટક સભ્યો માટે તા.૨૮/૧૨/૨૦૧૮ના રોજ વટથી કહો બૈરીના ગુલામ જે બહેનોને પેટ પકડીને હસાવશે. આ કાર્યક્રમ બાદ રાજકોટ સીટી વુમન્સ કલબ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. તેમાં વર્ષ દરમિયાન નવાજ કાર્યક્રમો હેમુગઢવી હોલ ખાતે રાખવામાં આવશે. જેમાં ૨૦૧૯નો પ્રથમ કાર્યક્રમ પીકનીક તદન નવા જ રમણીય સ્થળ પર બસ દ્વારા સભ્ય બહેનોને લઈ જવાશે. ૨૦૧૯ના નવા વર્ષના ફોર્મ વિતરણ તા.૧૧,૧૨,૧૩,૧૪,૧૫ના રોજ જુના સભ્ય બહેનોએ પોતાનું મેમ્બરશીપ રીન્યુ કરાવી નવા તથા જુના સભ્ય બહેનો માટે નવા ફોર્મ ભરવાના રહેશે. દરેકે પાસપોર્ટ સાઈઝના બે ફોટા ફરજીયાત સાથે લાવવાના રહેશે તેની નોંધ લેવી.
ફોર્મ ભરવા માટે દીનાબેન મોદી, ન્યુ જાગનાથ મહાકાળી મંદિર રોડ, ખોડીયાર સ્વીટ સામેનો કોર્નર મો.૯૪૨૯૯ ૭૯૧૭૩નો સંપર્ક કરવો. વધુ માહિતી માટે પ્રમુખ પ્રફુલાબેન મહેતા મો.નં.૯૪૨૮૮ ૯૦૨૭૭નો સંપર્ક કરવો. ખાસ સુચના ફોર્મ ભરવાનો સમય ૪ થી ૭ સાંજ દરમ્યાન છે. કલબમાં વધુને વધુ બહેનો જોડાઈ અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલાબેન મહેતા, બિન્દુબેન મહેતા, મીનાબેન વસા, ઈન્દીરાબેન ઉદાણી, દર્શના મહેતા, દીનાબેન મોદી, નીતા મહેતા, પ્રિતીબેન ગાંધી, કલ્પનાબેન પારેખ, અલ્કાબેન ગોસાઈ, જયશ્રીબેન ટોળીયા વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.