રાષ્ટ્રસંત નમ્રમુનિના સાનિધ્યમાં અગ્નિકુંડમાં પાપોની આહુતિ આપીને શુદ્ધિની સુંગધ પ્રસરાવતા દીક્ષાર્થીઓના હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા
સંતો અને મહંતોની ભૂમિ એવી સૌરાષ્ટ્રની ધરા પર રાજકોટ નગરીમાં ત્યાગ અને વૈરાગ્યનો ડંકો બજાવીને ઉજવાઈ રહેલી મુમુક્ષુ ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ આરાધનાબેન ડેલીવાળાની ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ એક પછી એક નવાં રેકોર્ડ સપિત કરતાં આગળને આગળ વધી રહ્યો છે.
દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન ચરણ-શરણમા આજીવન શરણાધીન થવા જઈ રહેલાં દીર્ક્ષાીઓના આ મહોત્સવમાં રાજકોટ નગરનાં ન માત્ર જૈન ભાવિકો પરંતુ અઢારે આલમ ઉત્સાહી બની છે ત્યારે આજના મહોત્સવનાં તૃતીય દિવસે વહેલી સવારનાં ધર્મ વત્સલ હેમલભાઈ મહેતાનાં નિવાસસની દીક્ષાર્થી ઓના સંયમભાવના અનુમોદના ગાન કરતી અલૌકિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દીક્ષાર્થીઓના જયકાર કરતાં પ્રેરણાત્મક સૂત્રોની સુંદર સજાવટ સાથે ચાલતાં અનેક અનેક ભાવિકો, સુંદર ર પર સવાર દીર્ક્ષાીઓ, શ્રીસંઘ શ્રેષ્ઠીવર્યો અને રાસમંડળી, મધુર સૂર રેલાવતાં બેન્ડ અને અનેક પ્રકારની વિવિધતા સાથે શોભતી આ શોભાયાત્રા ડુંગર દરબારનાં વિશાળ પ્રાંગણમાં આવીને વિરામ પામી હતી.
આ અવસરે આયોજિત કરવામાં આવેલા ‘હુ હતો, હું હોઈશ’ ના અદભૂત કાર્યક્રમ અંતર્ગત જૈન દર્શનમાં વર્ણવવામાં આવેલાં પાપનાં ૧૮ સન રૂપી ૧૮ પાત્રો કાળા પરિવેશમાં સજ્જ થઈને મુમુક્ષુઓ પર વાર કરતાં, મુમુક્ષુઓ ધ્યાનસ્ દશામાં અને સમાધિભાવમાં મગ્ન બનીને પાપોને મૃત:પાય કરી દેવાના અંતર સ્પર્શી દ્રશ્યો સર્જવામાં આવ્યાં હતાં.
અઢાર પાપસનક સંબંધી વિશિષ્ટ સમજણ આપતાં રાષ્ટ્રસંત પૂજ્યએ કહ્યું હતું કે, પાપ છોડવા તે નહીં પરંતુ શરણાગતિ તે પાપ મુક્તિનો શ્રેષ્ઠ ઉપાય હોય છે. અઢાર પાપ તે સંસારનું કારણ છે, પરંતુ તે પાપનું નિવારણ કરતાં જેને આવડે, તે સંયમી હોય છે.
એની સોજ, ૧૮ પાપોની ઉંડાણભરી અને રસપ્રદ સમજ આપવા ખાસ પધારેલા પારસભાઈએ અત્યંત અદભૂત શૈલીમાં સમજણ આપતાં ઉપસ્થિત સહુ ગરકાવ બની ગયાં હતાં. એટલું જ નહીં પરંતુ સમગ્ર વાતાવરણમાં શુધ્ધિનાં શુભ તરંગો પ્રસારિત થયા હતાં જ્યારે આત્માની રચાયેલી વિશાળ કદની પ્રતિકૃતિ પર લાગેલાં પાપોને દીક્ષાર્થિ બહેનો દ્વારા દૂર કરીને અગ્નિકુંડના પ્રતિકમા આહુતિ આપતાં દ્રશ્યોએ ઉપસ્થિત અનેક અનેકની આત્મધરા પર એક હલચલ મચાવી દીધી હતી.
આ અવસરે મૌલિક શૈલીનું પ્રાગટ્ય કરીને અત્યંત પ્રભાવક વાણીમાં રાષ્ટ્રસંતે સમજાવ્યું હતું કે, દીક્ષા ક્યારેય ભાગ્યી ની લેવાતી પરંતુ અંતરના ભાવી લેવાતી હોય છે.એકપણ આત્મા ક્યારેય પૂર્વમાં દીક્ષા લખાવીને ની આવતો પરંતુ કર્મક્ષયના પુરુષાર્થી દીક્ષા લેવાતી હોય છે. દીર્ક્ષાીઓ એવા સદભાગી બનતાં હોય છે કે કલ્યાણના કરોડપતિ બનવાની જાણે એમને લોટરી લાગી જતી હોય છે.
આ અવસરે નવ વર્ષના બાળક કૈવન કોઠારીએ પોતાના જન્મદિન નિમિત્તે મુમુક્ષુઓનું ભાવભીનું સન્માન કરીને શ્રી આચારાંગ સૂત્રની ગાાઓનું પઠન કરવા સ્વરૂપ ગીફ્ટ અર્પણ કરતાં દરેકે દરેક ભાવિક આશ્ચચર્ય સાથે અહોભાવિત થયો હતો.આત્મયાત્રાની થીમ પર ઉજવાઈ રહેલાં દીક્ષા મહોત્સવી પરિચિત કરાવતાં આત્મયાત્રા-પરમયાત્રાના સુંદર ગીત પર આ અવસરે નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવતાં સર્વ અત્યંત પણે ઉત્સાહી બન્યાં હતાં.
આત્મ ધરાને ઢંઢોળી દેતાં આવા અનેરા કાર્યક્રમોની હારમાળામાં કાલે સવારના ૦૮:૦૦ કલાકે હિતેનભાઈ મહેતાના નિવાસસન સૌરભ, સૂર્યોદય સોસાયટી, વોકહાર્ટ હોસ્પિટલની સામેની ગલી-રાજકોટ ખાતેી દીક્ષાર્થીઓની સંયમ શોભાયાત્રાના આયોજન સાથે સવારના ૦૯:૦૦ કલાકે સંયમ વંદનાવલી અને રજોહરણ દર્શનનો વિશિષ્ટ કાર્યક્રમ ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, ૧૫૦ રીંગ રોડ, જેડ બ્લુની સામે, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે.