આવા વિસ્તારોને સરકાર વિકસીત કરે તેવી પક્ષીપ્રેમીઓની માંગ
શિયાળા ની શરૂઆત થતાંજ ગીર સોમનાથ જિલ્લા માં હજારો ની સંખ્યા માં વિદેશી પક્ષિઓનું આગમન થતા પક્ષિ પ્રેમીઓમાં આનંદ છવાયો…ગીર સોમનાથ જિલ્લા ના સોડવ અને બરડા બંધારો બન્યો વિદેશી પક્ષિઓનું આશિયાનું
દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ની સંખ્યામાં વિદેેશી પક્ષિઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લા ના દરિયા કાંઠે આવી પહોંચ્યા..ખાસ કરી ને કોડીનાર અને દિવના સોડવ બંધારો પક્ષિઓના કલબલાટ થી ગુંજી ઉઠ્યો છે હજારોની સંખ્યામાં સોડવ: બંધારા પર વિદેશી પક્ષિઓ આવી પહોંચ્યા છે..અંદાજે ૬૦ પ્રજાતિ ના પક્ષિઓ આવી પહોંચતા ગીર સોમનાથ ના પક્ષિ પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે સાઈબરિયા અને મધ્ય યુરોપના મંગઓલિયા સહિત ના દેશો માં થી અહી ચાર માસ સુધી વેકેશન ગાળવા
દર વર્ષે વિદેશ થી આવતા યાયાવર પક્ષિઓ ની અંદાજે ૬૦ પ્રજાતિ અહી વેકેશન ગાળવા માટે આવે છે..જેમાં પેલીગન, ફ્લેમિન્ગો,કુંજ,કોમન ક્રુ અને સોલવર સહિત ની અલગ અલગ પ્રજાતિ ના પક્ષિઓ આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે વિદેશ થી આવનારી કુંજ ગુજરાત માં થતી મગફળી ના પાક લણવા સમયે આવે છે તેમજ પેલીગન અને ફ્લેમિન્ગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓ નો શિકાર કરી આનંદ લૂંટે છે હજારો ની સંખ્યા માં ગીર સોમનાથ જિલ્લા માં વિદેશી પક્ષિઓ આવે છે..પક્ષિ પ્રેમીઓ ની માંગ છે કે લોકો દૂર દૂરથી અહી સિંહ દર્શન માટે આવે છે ત્યારે આ વિસ્તાર માં પક્ષિ અભ્યારણ પણ બને તો એક પર્યટન સ્થળ વધુ વિકસિત થશે
આમ જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લા ના મોટા ભાગે તળાવ અને દરિયા કિનારે વિદેશી પક્ષિઓ મોટી સંખ્યામાં આવે છે આવા મુખ્ય વિસ્તાર ને સરકાર વિકસિત કરે તેવી પક્ષિ પ્રેમીઓ માં માંગ ઉઠી છે