ભારતમાં કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે અને તેવું તે માટે કારણ કે, Mango માં ઘણા બધા ગુણો રહેલા છે. તેમાં વિટામીન A, B સહિત અન્ય ઘણા બધા પોષકતત્વો છુપાયેલ છે, જે શરીરને ઘણી બધી બીમારીઓથી પણ બચાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, વધારે કેરીનું સેવન કરવાથી ઘણા નુકસાન પણ થઇ શકે છે.
વજન વધારે
એક મધ્યમ કદની કેરીમાં ૧૩૫ કેલરી રહેલી હોય છે. તેથી જ વધારે પ્રમાણમાં કેરી ખાવાથી તમારું વજન વધી શકે છે. પરંતુ જો તમે વર્કઆઉટની ૩૦ મિનીટ પહેલા કેરી ખાઓ છો તો તમને ઘણો ફાયદો થશે કારણ કે, ત્યારે તમને એનર્જીની જરૂર હોય છે, જે કેરીમાં ભરપૂર રહેલા છે.
બ્લડ શુગર લેવલ વધારે
કેરીમાં પ્રાકૃતિક રીતે શુગરનું પ્રમાણ રહેલું હોય છે. જેમને ડાયાબીટીસની તકલીફ છે, તેઓએ કેરી સાવ ઓછા અથવા નહિવત પ્રમાણમાં ખાવી જોઈએ.
પેટની સમસ્યા
વધારે કેરી ખાવાથી તેમજ ખાસ કરીને કાચી-પાકી કેરી ખાવાથી પેટ પર સીધી અસર પડે છે અને પેટ ખરાબ થાય છે. વધારે પાકેલી કેરી ખાવાથી તમને ઝાડા જેવી સમસ્યા થઇ શકે છે.
ગળાની સમસ્યા
કેરીના જ્યારે તોડીએ ત્યારે તેમાંથી તરલ પદાર્થ નીકળે છે. જો કેરીને ઝાડ પરથી તોડ્યા બાદ સારી રીતે ધોવામાં ન આવે તો તે પદાર્થ ગળામાં જઈને ગળું ખરાબ કરે છે.
એલર્જી
જે લોકોને કેરી ખાવાથી એલર્જી થાય છે, તેમની આંખો અને નાક માંથી પણ પાણી આવવા લાગે છે, શ્વાસની તકલીફ વધી જાય છે, છીંક તેમજ પેટનો દુખાવો શરુ થઇ જાય છે.