ચેક રિટર્ન મામલે ફરિયાદીને ૧૦ લાખ ૯૧ હજાર રૂપિયા ૬% વ્યાજ સાથે ચુકવવા હુકમ
ઝાલાવાડમાં સૌથી મોટું પીંઠુ ગણાતું હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે પેઢીઓ સાથે થયેલી છેતરપીંડીની ફરિયાદમાં દાખલ થયેલ ચેક રિટર્ન કેસમાં ચીફ મેજિસ્ટ્રેટ જ્યુડિશિયલ કોર્ટે બે અલગ અલગ કેસમાં અઢી મહિનામાં જ કેસ ચલાવી બબ્બે પેઢીને ચુનો ચોપડનાર વેપારીને ૧૮ માસની સજા અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો અને આરોપી જો ૩૦ દિવસોમાં દંડ ભરપાઈ કરવામાં ન આવે તો વધુ ૩૦ દિવસની સજા ફટકારી હતી તેમજ બન્ને ફરીયાદીને ૧૦ લાખ ૯૧ હજાર ૬% વ્યાજ સાથે રકમ પરત કરવાનો હુકમ કરતા વેપારી આલમમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ એપીએમસીમાં લાખો રૂપિયાનુ ફુલેકુ ફેરવી ફરાર થયેલા આરોપી વિરુદ્ધ ફોજદારી નોધાવતા હળવદ પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી જેમાં ફરીયાદી ભક્તિનંદન ટ્રેડિંગના ઘનશ્યામભાઈ સવજીભાઈ દલવાડીના રૂપિયા ૪,૬૨,૪૧૮ અને ફરિયાદી સિધ્ધેશ્વર ટ્રેડિંગના પ્રહલાદ ભાઈ લાલજીભાઈ પરમારના રૂપિયા ૬,૩૦,૮૬૦ના ધંધાકીય વેપાર માટે આપેલા ચેક રિટર્ન મામલે વકીલ લલીતભાઈ.જી.સોનગ્રાએ ધી ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૩૮ મુજબ નોટિસ પાઠવી હતી જેમાં ફરીયાદીના વકીલની દલીલ અને દસ્તાવેજી પુરાવાના આધારે ફક્ત અઢી માસ જેટલાં ટુંકા ગાળામાં કેસનો નિર્ણય આપવામાં આવ્યો હતો.
આ કેસમાં હળવદ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ પી.ડી.જેઠવા સાહેબ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં ફુલેકા બાજહળવદ માર્કેટિંગ યાર્ડના અંશ એન્ટરપ્રાઈઝના વેપારી દ્વારા ભક્તિનંદન અને સિધ્ધેશ્વર ટ્રેનિંગ નામની બે પેઢીના ધંધાકીય વેપાર માટે એચડીએફસી બેંકનો ચેક આપ્યો હતો જેમાં ફરિયાદીનો ચેક રિટર્ન થતાં આરોપી વિરુદ્ધ ફોજદારી નોંધાવી હતી ત્યારે હળવદ ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલી જતાં ફરીયાદી વકીલની ધારદાર રજૂઆત કરીને ફરીયાદીની પક્ષમાં ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં બન્ને કેસમાં આરોપીને ૧૮ માસની સજા અને ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો સાથે ૧૦ હજારનો દંડ એક માસમા ભરવામાં ન આવે તો વધારે ૩૦ દિવસની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
આ મહત્વના ચુકાદામાં આરોપીએ ફરીયાદીને ૬% વ્યાજ સાથે નાણાં પરત કરવાનો પણ હુકમ કરતાં ફરીયાદી પક્ષમાં ખુશીનુ મોજું ફરી વળ્યું હતું તો સાથે ઠગ કંપનીઓને ચેક રિટર્ન થશે તો શુ હાલ થશે તે પણ ન્યાય મંદિરે ચુકાદા થકી જણાવી દિધું હતું.