જીવ દયા ઘર દ્વારા આયોજન દુષ્કાળમાં હજારો પશુઓને બચાવવા વર્ધમાન પરિવારે દાતાઓની મદદથી કચ્છ ખાતે અનેક ઢોરવાડાઓ શરૂ કર્યા છે: સમારોહમાં આચાર્ય ભગવંત યશોવિજયસુરીશ્વરજી મ.સા. આર્શીવચન પાઠવશે: જીવદયા પ્રેમીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિને કારણે ટપોટપ મરતા અબોલ જીવોને બચાવવા અમદાવાદ પાંજરાપોળે કચ્છ ખાતે પ૦ હજાર જીવો માટે મદદ કરી અછત રાહતનું નકકર કાર્ય કરતા વર્ધમાન પરિવારને બે કરોડ રૂપીયાનું માતબર દાન આપવાનું જાહેર કર્યુ છે. આ માતબર અનુદાનની રકમનો ચેક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપીણીના હસ્તે વર્ધમાન પરિવારના ટ્રસ્ટીઓને અર્પણ કરવા બુધવાર તા. પ ડીસેમ્બરે રાજકોટમાં સવારે ૮-૪૫ કલાકે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે જીવદયા અનુદાન સમારોહનું આયોજન જીવદયા ઘર દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કચ્છનાં પશુધન માટે રાહત પેકેજ જાહેર કરવા કણા, અભીયાન, કરુપા ૧૯૬૨ એમ્બ્યુલન્સ, અબોલ જીવોની હરરાજી અટકાવવી, ગૌ હત્યા માટે સમગ્ર દેશમાં સૌથી કડક કાયદો ગુજરાતમાં લાગુ કરવા બદલ તેમજ આવા અનેક જીવદયા કાર્યો સતત કરતા રહેવા બદલ રાજકોટના જીવદયા ઘર, કરુણા ફાઉન્ડેશન, વર્ધમાન પરીવાર, અમદાવાદ પાંજરાપોળ દ્વારા જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું બહુમાન પણ કરવામાં આવશે. સમારોહનું સફળ આયોજન જીવદયા પ્રેમીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મુંબઇના વર્ધમાન પરિવારે અબડાસાના ૩૦ ગામોનો સર્વે કર્યો તો જણાયું કે તેના ૧૦,૯૦૦ પૈકી ૮૫૦ પશુઓ તો મરણને શરણ થઇ ચૂકયા છે. વર્તમાન અછત-દુષ્કાળની કટોકટીમાં કચ્છના હજારો પશુઓને બચાવવા વર્ધમાન પરિવાર મુંબળ દ્વારા અનેક ઢોરવાડાઓ કચ્છ ખાતે ગુજરાત સરકાર અને દાતાઓ મદદથી ચાલુ કરેલ છે. હજુ આવતાં જુલાઇ મહિના સુધી એટલે કે કપરા સાત મહીના કાઢવાના છે.
વર્ધમાન પરિવારે તો અગમચેતી વાપરીને પાંચ મહિનાથી જ નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાઓમાં રાહત કાર્ય શરુ કરી દીધું હતું. પાંચ મહિનામાં ૧૩૩ ગામોના પશુઓના ચારાપાણી પાછળ જ બે કરોડ રૂપીયા ખર્ચાઇ ચુકયા છે. આ મેગા કેટલ કેમ્પનો ૫૦,૦૦૦ જેટલા અબોલ જીવોને મળી રહ્યો છે. હજુ પણ આ સહીતના તેમજ વધુ અબોલ જીવોને આગામી જુલાઇ માસ સુધી શકય હશે તે ત્યાં સુધી મદદ કરવાની લગભગ રપ કરોડ રૂપીયાના માતબર ખર્ચે વર્ધમાન પરીવારની ભાવના છે. કચ્છ ખાતેના કેટલ કેમ્પની વ્યવસ્થા વર્ધમાન પરીવારના દેવચંદભાઇ, જીતુભાઇ, કમલેશભાઇ, પ્રકાશભાઇ ડાભી, અશોકભાઇ, હિરેનભાઇ, મંગલભાઇ, રમેશભાઇ છેડા: મહેન્દ્રભાઇ , રમેશભાઇ સહીતનાઓ કરી રહ્યા છે. વર્ધમાન પરિવારના અતુલભાઇ શાહ તેમજ આદર્શ ભારત નેટવર્કના જાણીતા પત્રકાર સંજયભાઇ વોરા પણ સહયોગી થઇ રહ્યાં છે.
ગુજરાતના જીવદયાપ્રેમી લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના શુભ હસ્તે એનાયત કરવા જીવદયા અનુદાન સમારોમાં મેયર બીનાબેન આચાર્ય, વર્ધમાન પરિવારના ટ્રસ્ટી કેશરીચંદજી સંપતરાજજી મહેતા પણ ખાસ ઉ૫સ્થિત રહેશે. સમગ્ર આયોજન અંગે ચંદ્રકાંતભાઇ શેઠ, પરેશભાઇ દોશી, પ્રતિકભાઇ સંઘાણી, રમેશભાઇ ઠકકર, વસંતભાઇ દોશી, યશભાઇ શાહ, કાર્તિકભાઇ દોશી, હરેશભાઇ શાહ, ધીરેન્દ્રભાઇ કાનાબાર સહીતનાની આયોજન કમીટી વર્ધમાન પરીવારના અતુલભાઇ શાહના સથવારે તેમજ ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડના રાજેન્દ્ર શાહ, મિતલ ખેતાણીના માર્ગદર્શન કાર્યરત બની છે.
જીવદયાના અનુકંપાના આ પ્રેરણાદાયી પ્રસંગને સૌરાષ્ટ્રના જાણીતા જીવદયા પ્રેમીઓ ચંદ્રકાંતભાઈ શેઠ, એડવોકેટ કમલેશભાઇ શાહ, સુમનભાઇ કામદાર, રાજુભાઇ શાહ (સમસ્ત મહાજન), ડોલરભાઇ કોઠારી, ભરતભાઇ ભીમાણી, સંજયભાઇ મહેતા, મીલનભાઇ મીઠાણી, તુષારભાઇ મહેતા, સેતુરભાઇ દેસાઇ, વિજયભાઇ ડોબરીયા, મિલનભાઇ કોઠારી, પ્રકાશભાઇ મોદી, પારસભાઇ મોદી, હેમાબેન મોદી, રમેશભાઇ દોમડીયા, નિલેશભાઇ દોશી, હેમલભાઇ કપાસી, આશીષભાઇ વોરા, ભાસ્કરભાઇ પારેખ, સુધીરભાઇ સહીતનાનો સતત સહયોગ મળી રહ્યો છે.
વિશેષ માહીતી માટે રાજેશભાઇ શાહ (મો.નં. ૯૪૨૬૨ ૫૦૮૧૬) અને મિતલભાઇ ખેતાણી (મો.નં. ૯૮૨૪૨ ૨૧૯૯૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.