વકીલોના વિરોધના પગલે બી.સી.જી.ની બેઠકમાં લેવાયો નિર્ણય
બાદ કાઉન્સીલ ઓફ ગુજરાતની ચાલુ ટર્મની બોડી દ્વારા કરવામાં આવેલ વેલ્ફેર ફીમાં વધારા બાદ વકીલોના વિરોધમાં પગલ બી.સી.જી.ની માહીતી બેઠકમાં ફીના ધોરણોમાં પ્રેકટીસ પ્રમાણે સ્લેબ નકકી કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે.
વધુ વિગત મુજબ ગુજરાત વિધાનસભામાં ૧૯૯૨માં મંજુર કરવામાં આવેલ ખાડા પ્રમાણે બી.સી.જી. દ્વારા એડવોકેટ વેલ્ફેર ની રચના કરવામાં આવેલી જેમાં ધારાશાસ્ત્રીના મૃત્યુ બાદ તેના વારસોને મૃત્યુ સહાય ચુકવવા નિર્ણય કરેલો સહાયના નાણા ચુકવવા ભંડોળ એકઠુ વકીલાત નામુ રજુ કરતા સમયે વેલ્ફેર સ્ટેમ્પ લગાડવાનો નિર્ણય કરેલો હતો. બાદ ૧-૯-૨૦૦૩ માં બી.સી.જી. દ્વારા વેલ્ફેર ફંડમાં સુધારો કરી તાલુકા, જીલ્લા, હાઇકોર્ટ અને ટ્રીબ્યુનલ ફરજીયાત વેલ્ફેર ટીકીટ લગાડી અને પાંચ વર્ષે સભ્યપદ રજુ કરવાનો નિર્ણય કર્યો છે.
સને ૨૦૧૮માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી ચુંટાયેલી પાંખ દ્વારા ગુજરાતના મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને આવનાર સમયમાં રૂ.પ લાખની સહાય ચુકવવા અને ફીના માળખામાં ફેરફાર કરવામાં આવેલો. તે મીટીંગમાં સર્વાનુમતે ગુજરાતમાં વકીલાત કરતા ૮૦ હજાર ધારાશાસ્ત્રીઓ પૈકી વેલ્ફેર ફંડની સ્કીમ સાથે જોડાયેલા આશરે ૪૫ હજાર ધારાશાસ્ત્રીઓએ તા. ૩૧-૧ર-૧૮ સધુી દર વર્ષે
રૂ.૨૫૦૦/- ભરી વેલ્ફેર ફંડનું સભ્યપદ રીન્યુ કરાવવાનો નિર્ણય વેલ્ફેર ફંડની સ્કીમમાં વેલ્ફેર સ્ટેમ્પ જે તાલુકા અને જીલ્લાની અદાલતોમાં રૂ.૨૦/- ની લગાડવાની હતી તેની જગ્યાએ રૂ.૧૦/- નો વેલ્ફેર સ્ટેમ્પ તેમજ હાઇકોર્ટ તેમજ ટીબ્યુનલમાં રૂ.૪૦/- ની જગ્યાએ રૂ. ૨૦/- નો વેલ્ફેર સ્ટેમ્પ લગાડવાનો નિર્ણય કરવામાં આવેલો ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ સાથે જોડાયેલા સભાસદોને તેમના મૃત્યુ બાદ તેમના વારસદારોને રૂ ૪ લાખ તા. ૧-૪-૧૯ થી ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલો.
બી.સી.જી. ના નિર્ણયથી રાજયભરમાં વકીલોમાં વિરોધના પગલે પરંતુ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની એડમીનીસ્ટેટીવ કમીટીની ચેરમેન દિપેન દવે ના અઘ્યક્ષપદ હેઠળ અને એકઝીકયુટીવ કમીટીની ચેરમેન કરણસિંહ વાઘેલા તથા દિલીપ પટેલ સહીતના સભ્યોની હાજરીમાં મળેલી બેઠકમાં વર્તમાન સમય અને સંજોગોને લક્ષમાં રાખીને જ મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને સંજોગોવસાન મૃત્યુ સહાયની રકમ ચુકવાઇ શકી નથી. તેને લક્ષમાં રાખી તેમજ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના નવા બનેલા સભ્ય જુનીયર ધારાશાસ્ત્રીઓને કે જેઓ વકીલાતના વ્યવસાયના પાંચ વર્ષ પુરા ન થયા હો તેઓને વાર્ષિક રૂ.એક હજાર ૧ થી ૧પ વર્ષ થયા હોય તેઓએ વાર્ષિક રૂ.૧૫૦૦/- ૧પ થી ર૦ વર્ષ સુધીના વાર્ષિક રૂ.બે હજાર ભરવા માટેનો નિર્ણય કરેલો છે. આ નિર્ણયના અમલીકરણ માટે બાર કાન્સિલ ઓફ ગુજરાતની સામાન્ય સભાને મંજુર માટે મોકલી આપવાનો નિર્ણય કરેલો છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા સરકારમાં ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર ફંડ માટે ગ્રાન્ટ ફાળવવા માટે જ રજુઆતો થયેલી છે. તે મંજુર થયે ધારાશાસ્ત્રીઓની વેલ્ફેર ફાળવવા માટે જ રજુઆતો થયેલી છે. તે મંજુર થયે ધારાશાસ્ત્રીઓની વેલ્ફર ફી અંગે ભવિષ્યમાં પણ જરુરી ફેર વિચારણા કરવામાં આવશે તેમ ઇન્ચાર્જ સેકેટરી પી.એમ. પરમાર નીયાદીમાં જણાવવામાં આવ્યું.