તા.૫ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજના ૯૮મી જન્મ જયંતી ઉજવણી અંતર્ગત ટ્રાફિક સમસ્યા નિવારવા જાહેરનામું બહાર પાડયું
સ્વામી નારાયણના પ્રમુખ સ્વામી મહારાજની ૯૮મી જન્મ જયંતીની રાજકોટમાં ભવ્ય રીતે ઉજવવામાં આવનાર હોવાથી તા.૫ થી ૧૫ ડિસેમ્બર સુધી માધાપર ચોકડીથી બેડી ચોકડી સુધીના માર્ગ પર ભારે વાહન ચલાવવા અને પાર્કીંગ કરવા પર પ્રતિબંધ લાદતું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ અને ભાવનગર તરફી આવતા હેવી વાહનોને મોરબી રોડ, મીતાણા, નેકનામ થઇ પડધરી તરફ જઇ શકશે અને આવી શકે, પોરબંદર અને જૂનાગઢ તરફથી આવતા વાહનોને ૧૫૦ ફુટ રીંગ રોડ પરના પુનિતનગર પાણીના ટાંકા પાસેથી નવા રીંગ રોડ પર થઇ પસાર થઇ શકશે, કાલાવડ તરફથી આવતા વાહનોને ગોંડલ ચોકડીથી બાયપાસ થઇ મોરબી-મીતાણા તરફ જઇ શકે તે રીતે ડ્રાઇવર્ઝન બનાવવામાં આવ્યા છે.