ગુજરાત રાજ્ય શિક્ષા વિભાગ નિયામક ગાંધીનગર પ્રેરિત, ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષણ મંડળ અમદાવાદ દ્વારા આયોજિત, ભાગવત વિદ્યાપીઠ, સોલાના યજમાન પદે યોજાયેલ રાજ્યસ્તરીય શાત્રિ સ્પર્ધામાં, વ્યાકરણ શલાકા, સાહિત્ય શલાકા, ન્યાય શલાકા, વેદાન્ત શલાકા વગેરે ૨૭ વિષયોની સ્પર્ધામાં ૩૩ પાઠશાળાના ૫૪૦ ઉપરાંત ઋષિકુમારોએ ભાગ લીધો હતો.
સમગ્ર સ્પર્ધા દરમ્યાન દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રમ સને આવતા ભાગવત કાકાર ભૂપેન્દ્રભાઇ પંડયાના વરદ હસ્તે વિજય વૈજયંતી એવોર્ડ અર્પણ કરવામાં આવેલ. જ્ચારે દ્વિતીય સને સોલા વિદ્યાપીઠ આવતા પતંજલિ વૈજયંતિ તેેેમજ સાંદિપની વિદ્યાપીઠ તૃતીય નંબરે આવતા પાણિની વૈજયંતિ અર્પણ કરવામાં આવી
આ સ્પર્ધામાં એસજીવીપી ગુરુકુલ સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ૫ સંતો સહિત ૮ છાત્રોને ગોલ્ડ મેડલ ,એક ઋષિકુમારને સીલ્વર મેડલ અને ૯ ઋષિકુમારોને બ્રોન્ઝ મેડલ મળતા, મેેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં લાભશંકર ભાઇ પુરોહિતના વ્યાસપદે ચાલી રહેલ વ્યાખાનમાળાના પૂર્ણાહૂતિ પ્રસંગે સભામાં વિજેતા સંતો અને ઋષિકુમારોને પૂ,માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ હાર પહેરાવી ચંદનની અર્ચા કરી આશીર્વાદ સાથે પ્રોત્સાહિત કર્યા હતા.પ્રમ સને વિજેતા નાર છાત્રો આગામી જાન્યુઆરીમાં ત્રિપુરા રાજ્યમાં અગરતલા શહેરમાં યોજાતી રાષ્ટ્રિય શાી સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ૧.વિશ્વમંગળદાસજી સ્વામી ૨.હરિનંદનદાસજીસ્વામી ૩.ઋષિકેશદાસજી સ્વામી ૪.ધર્મપ્રસાદદાસજી સ્વામી ૫.સ્વામી નિરંજનદાસજી ૬.મયંક ભાયલોટ ૭.પંડ્યા પ્રતિક ૮.ખૂંટ સહજકુમાર ગોલ્ડ મેડલ મેળવ્યો છે.