માત્ર ભારતીય સમાજ જ નહીં પરંતુ આખા વિશ્વની સમાજ વ્યવસ્થામાં લગ્નને મહત્વની વ્યવસ્થા તરીકે સ્વીકારવામાં આવી છે. પરંતુ સામાની સાથે સાથે તેમાં અનેક રીતે બદલાવ પણ આવ્યા છે. ભારતીય સમાજ વ્યવસ્થા સિવની વાત કરીએ તો પશ્ચિમી સંસ્કૃતિમાં લગ્નને એટલું મહત્વ નથી આપવામાં આવ્યું પરંતુ જે લોકોને જે રીતે લગ્નને સ્વીકારવા છે તેમ સ્વીકારી શકવા મુક્ત છે. જીવનસાથીની પસંગી એ જિનભરની પહેલી અને છેલ્લી પસંગી છે એવું ત્યના લોકો નથી માનતા.
જ્યારે ભારતીય સમાજ વ્યવસ્થા આ બાબતે વ્યક્તિની વ્યક્તિગત ઈચ્છા કરતાં વ્યવસ્થાને વધુ મહત્વ આપે છે . જેમાં પણ જ્યારે યુવતીની વાત આવે છે ત્યારે જો કોઈ યુવતી લગ્ન લાયક ઉમરની થવા છતાં તે લગ્ન માટે ના કહેતી હોય છે તો તેને અનેક રીતે પુછવામાં આવે છે કે એવું શું કારણ છે જેના માટે તે લગ્ન કરવા માટે તૈયાર નથી ???
જી મિત્રો આપના દેશની કઈક આવીજ મનસિકતાઓ છે જેમાં યુવક લગ્નની ના કહે કે યુવતી તેને સામાજિક પ્રહારો સહન કરવાનો વારો આવે છે. એવા કેટલાય પરિવારો હશે જેમાં કોઈ દીકરીએ લગ્નની ઉમર વીતી જવા છતાં લગ્ન નહીં કર્યા હોય અને તેના સગા વહાલાઓ તેને વાર તહેવારે એ બાબતે પૂછતાં રહેતા હોય છે જેના કારણે પરિવારને શરમજનક સ્થિતિ માઠી પસાર થતાં હોય તેવું પણ લાગતું હોય છે. પરંતુ તેની જગ્યાએ જો સામાની સાથે એ વાતનો સ્વીકાર કરે કે દરેક વ્યક્તિને તેના વ્યક્તિગત નિર્ણયો લેવાનો પૂરો હક છે અને તેનું જીવન તેની ઈચ્છા મુજબ જીવવાનો પૂરો અધિકાર છે. આ બાબતને સિંગલ વ્યક્તિના પરિવારે સંપૂર્ણ રીતે સ્વીકારવી જોઈએ અને તેને પૂરતો સહકાર આપી સમાજને પણ સકારાત્મક જવાબ આપવો જોઈએ નહી કે તેને પ્રહારોથી શરમાવવું જોઈએ.
ખાસ તો આપની સંસ્કૃતિમાં સ્ત્રીઓને માન તો આપવામાં આવ્યું છે સાથે સાથે તેને કેટલાક એવા સામાજિક બંધનોમાં પણ જકડીને રાખવામા આવી છે જેના કારણે તે હજુ પણ તેના ખુદના નિર્ણયો લેવા માટે સક્ષમ નથી બની. પરંતુ એવી પણ કેટલીક સ્ત્રીઓ અને યુવાતીઓ છે જેને આ બંધનને સ્વીકારવા કરતાં તેના જીવનને જીવવું મહત્વનુ ગણ્યું છે જે કોઈના પણ માટે નુકશાન કર્તા નથી અને ખરેખર સામાની સાથે બદલાવ પણ જરૂરી છે. તો હવે તમારી ઇચ્છાને મારીને સમાજ માટે જીવવું છે કે પછી તમને મળેલા જીવનને જીવવું છે? એ તમારે વિચારવાનું રહ્યું.