૮ મહિનાથી અટકેલી લીકર પરમીશન ખુલ્લી મુકાઇ
રાજયમાં છેલ્લા આઠેક માસથી લાયસન્શ ધરાવતા લીકર પરમીટ રિન્યુ કરવાની પરમીશનને કેટલીક શરતોને આધિન ખુલ્લી મુકવામાં આવતા લીકર પરમીટ ધરાવતા શરાબીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.
રાજય પ્રતિબંધ એકસાઇઝ ડિપાર્ટમેન્ટે જાહેર કર્યુ છે કે, ૬૪(એ) કેટેગરીમાં આવતા ૬૫થી વધુની વયના લોકોને પરમીશનમાં પ્રાધાન્યતા આપવામાં આવનાર છે સુત્રોના જણાવ્યા મુજબ જે લોકોએ સિવિલ સર્જન માટેના સર્ટિફીકેટને જમા કરાવ્યું ન હોય તેમને પણ લીકર પરમીટ રિન્યુ કરવાની તક મળનાર છે. જો કે પરમીટ રિન્યુ કરવા માટે તેમણે ફીની ચુકવણી કરવાની રહેશે તા.૨૦મી માર્ચના રોજ રાજય સરકારે લીકર પરમિશન રિન્યુ કરવાની કામગીરી સસ્પેન્ડ કરી હતી.
આ પૂર્વે લીકર પરમિશનર ધારકો માટે પરમિશન મેળવવા અંગે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા જેમા પરમીટની ફીમાં ૪૦૦ ટકાનો વધારો કરતા રૂ.૫૦૦થી વધારી પરમીટ ફીના રૂ.૨૦૦૦ સુધી કરાઇ હતી. લાંબા સમયથી પરમીટ રિન્યુની રાહ જોતા એકસ આર્મીમેન તેમજ સ્વસ્થય સંબંધીત લીકર લેતા લોકોની સમસ્યાનું સમાધાન થયું છે.કાયદેસર દુકાન ધારકોનું કહેવું છે કે છેલ્લા વર્ષે લીકર પરમીશન મેળવવાની પ્રક્રિયામાં ધરખમ વધારાના કારણે દુકાન ધારકોની કમાણીમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.
ત્યારે હવે રિન્યુઅલની પરવાનગીમાં ફરીથી શરૂઆત થતાં કાયદેસર લીકર દુકાનધારકોના વેપારને લઇ આશાઓ વધુ છે અને શરાબના શોખીનો માટે આનંદની લાગણી ફેલાઇ છે.