જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવા માંગ
સમગ્ર ગુજરાતમાં નવ લાખ જેટલા બેરોજગાર યુવાનો લોક રક્ષક દળમાં ભરતી થવા માટે પરીક્ષાની સંપૂર્ણ તૈયારી થઈ ગયેલ પણ કોઈ લુખ્ખાએ પેપર લીક કરી દેવાતા પરીક્ષા બંધ રહેતા બેરોજગાર યુવાનો લાચાર બની ગયા હતા અને આ ઘટનાની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા મહિલા અગ્રણીએ કરી છે.
પ્રદેશ ભાજપ મહિલા અગ્રણી રેશ્મા પટેલે ગઈકાલે લોકરક્ષક દળની ભરતી પેપર લીક થવાના કારણે બંધ રહેવા પામેલ તેને આકરી ઝાટકણી કાઢેલ રેશ્મા પટેલે જણાવેલ કે રાજયના નવ લાખ જેટલા બેરોજગાર યુવાનો પોતાના રોજગારીના ધંધા બંધ રાખી પરીક્ષાની તૈયારી છેલ્લા ઘણા માસ થયા કરી રહ્યા હતા ગઈકાલે તૈયારી સાથે બેરોજગાર યુવાનો પરિક્ષા સ્થળે પહોચી પોતાની મહેનત કરેલી તૈયારીની પરીક્ષા આપે તે પહેલા જ આ પરીક્ષા રદ કરી દેવાતા લાખો બેરોજગાર યુવાનો ભારે હતાશા જોવા મળી હતી ત્યારે આ પેપર લીક કરવા માટે જવાબદાર લોકોની સામ રાજયના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સમગ્ર આકરી કાર્યવાહી કરી કડક સજા કરવા ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની તકેદારી રાખવી તેમજ જે બેરોજગારો યુવાનો પરીક્ષા આપવાના હતા તેનો ખર્ચ આપવો વહેલી તકે ફરી પાછી પરીક્ષાની તારીખ જાહેર કરવી સહિતના મુદે રાજય સરકાર સમક્ષ રેશ્મા પટેલે રજૂઆત કરી આ ઘટનાને વખોડેલ હતો.