બ્રિટનમાં ડાયના વાવાઝોડાંના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. બ્રિટનના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે, મોટાંભાગની ટ્રેનો રદ કરવામાં આવી છે અને ફ્લાઇટ્સ મોડી પડી હતી. વાવાઝોડાંના કારણે હાલ 128 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. 40,000થી વધુ મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને વરસાદના કારણે રસ્તાઓ પર વાહનો ચલાવવા પણ મુશ્કેલ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાંની અસર આ સપ્તાહના અંત સુધી રહેશે.
બ્રિટનમાં ગઇકાલે સાંજે 6 વાગ્યા સુધી યલો વિન્ડ વોર્નિંગ જાહેર કરવામાં આવી હતી. હાલ સ્ટોર્મ ડાયના આર્યલેન્ડ પહોંચ્યું છે. જ્યાં 130 કિમી/કલાકની ઝડપે વરસાદ થઇ રહ્યો છે.ફાયર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટના નેશનલ ડાયરેક્ટરે ઓથોરિટીને આ વાવાઝોડાં માટે પુરતી તૈયારીઓ કરવાના ઓર્ડર આપ્યા છે.વાહન ચાલકોને ભારે વરસાદ અને પવનના કારણે ડ્રાઇવિંગ નહીં કરવાની ચેતવણી આપવામાં આવી છે.