લોધીકા તાલુકાના પારડી ગામે ગૌચરની જમીન ણર ખડકાયેલા દબાણોની અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. પારડી ગામે ઘણા વર્ષોથી ગૌચરની જમીન પર સોસાયટીનું ગેરકાયદે બાંધકામ ખડકાયું હોવાનો પ્રશ્ર્ને છે.
ત્યારે નાયબ જીલ્લા વિકાસ અધિકારી ધર્મેશ મકવાણા, રાજકોટ ગ્રામ્ય પ્રાંત ડો. ઓમપ્રકાશ લોધીકા તાલુકા વિકાસ અધિકારી સહીતનાઓએ દબાણની સ્થળ મુલાકાત લીધી હતી. મળતી માહીતી મુજબ રસ્તા પરનાં જે દબાણો છે તે પહેલા હટાવીને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવશે બાદમાં મુખ્ય દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવાનો સ્થળ મુલાકાત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.