કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ગુજરાતની પ્રતિભા સમાન સરદારની દમદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુલાકાત લીધી હતી. જયાં પ્રવાસીઓ સાથે ઉષ્માભેર વાર્તાલાપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લુ મુકાયા બાદ સતત સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.જયારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેવડીયાની મુલાકાત લેતા પ્રવાસે આવેલા બાળકો અને મુલાકાતીઓની સાથે હળવાશની પળો માણી હતી.