સરકાર અને સંગઠનની વિચારધારા સર્વસ્પર્શી, સર્વવ્યાપી બની છે : ધનસુખભાઈ ભંડેરી
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે ૧૦-રાજકોટ લોકસભાસીટની બેઠક રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ ડિ.કે.સખીયાના અધ્યક્ષતામાં યોજાયેલ હતી. લોકસભા ચૂંટણી અંતર્ગત કાર્યક્રમો તેમજ બુના છણાવટ અંગેની ચર્ચા તા જવાબદાર કાર્યકર્તાઓ કામગીરી સોંપવામાં આવી હતી.
બેઠકમાં રાજકોટ લોકસભાસીટના પ્રભારી નરહરિભાઈ અમીન, ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી, સહ-ઇન્ચાર્જ બાવનજીભાઈ મેતલિયા તા જીલ્લા સંગઠનના પ્રભારીશ્રી પ્રકાશભાઈ સોની, રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, મોરબી જીલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી જીલ્લા મહામંત્રી હિરેનભાઈ પારેખ, લોકસભાસીટના વિસ્તારક ભરતભાઈ ડેલીવાળા સહીત રાજકોટ/મોરબી જીલ્લાના હોદેદારો તથા મંડલના પ્રમુખ-મહામંત્રી, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, તા.પં.ના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, તેમજ જી.પંચાયત લડેલા ઉમેદવાર સહીતના કાર્યકર્તાઓ ઉપસ્તિ રહ્યા હતા.
બેઠકમાં ઉપસ્થિત લોકસભાસીટના પ્રભારી નરહરીભાઈ અમીનએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં દેશ અને ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પ્રગતિના પેં આગળ વધી રહ્યું છે. આપણી નેતૃત્વની સરકાર પારદર્શક, સંવેદનશીલ, ગતિશીલ અને પ્રગતિશીલ સરકાર છે. ત્યારે લોકસભાસીટમાં પૂર્ણ બહુમતીી જીત થશે અને ભાજપાનો ભગવો લહેરાશે.
આ તકે લોકસભાસીટના ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સંગઠન અને સરકાર વિચારધારા સર્વવ્યાપી અને સર્વસ્પર્શી બને, છેવાડાના લોકો સુધી આપણા સહકારની યોજનાઓ પહોચે તે અંગે માર્ગદર્શન આપેલ.
દરમ્યાન રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડિ.કે.સખીયાએ તમામ કાર્યકર્તાઓને જોમ અને જુસ્સાી કામે લાગી જવા હાંકલ કરી હતી. આવનારી લોકસભા ચૂંટણીમાં રાજકોટ લોકસભા અને જસદણ વિધાનસભાસીટમાં ભાજપાનો ભગવો લહેરાશે તેવા વિશ્વાસ સાથે ખાત્રી આપી હતી.
આ તકે પ્રકાશભાઈ સોની, બાવનજીભાઈ મેતલિયા, રાઘવજીભાઈ ગડારાએ વિધાનસભાની ચૂંટણી અને તેની રણનીતિનું માર્ગદર્શન પૂરું પડ્યું હતું. કાર્યક્રમનું સંચાલન જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતાએ કર્યું હતું. આ તકે તેઓ વિધાનસભાની ચૂંટણી અને અંગેના આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી. આ બેઠકમાં સ્વાગત પ્રવચન લોકસભા સીટના વિસ્તારક ભરતભાઈ ડેલીવાળાએ તથા આભારવિધિ મોરબી જીલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ કરી હતી.